Friday, June 5, 2026
HomeGeneralઆવતીકાલે AAPના ધારાસભ્ય અને BJP સાંસદ કરશે જાહેર ડિબેટ, રાજકીય ભૂકંપ સર્જાવાના...

આવતીકાલે AAPના ધારાસભ્ય અને BJP સાંસદ કરશે જાહેર ડિબેટ, રાજકીય ભૂકંપ સર્જાવાના એંધાણ

- Advertisement -

નવજીવન ન્યૂજ. નર્મદાઃ Gujarat AAP MLA and BJP MP Debate: ગુજરાતમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના (BJP) નેતા આમને-સામને આવ્યા છે. તાજેતરમાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાને (Mansukh Vasava) અનામી પત્ર મળ્યો હતો. જેમાં મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી રાજકીય પક્ષના નેતાઓ હપ્તો લેતા હોવાનો ઉલ્લેખ કરતાં હડકંપ મચ્યો હતો. ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજકારણમાં (Narmada Politics) મોટો ભૂકંપ સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. કારણ કે ભાજપના સાંસદ મનુસખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા (Chaitar Vasava) જાહેરમાં આમને-સામને ડિબેટ (Debate) કરવા માટે તૈયાર થયા છે.

BJPના સાંસદ મનસુખ વસાવાને ભ્રષ્ટાચાર મુદ્દે મળેલા પત્રનો જગજાહેર ખુલાસો કરતા નર્મદા જિલ્લામાં રાજકારણ ગરમાયું હતું. જોકે સાંસદ દ્વારા આ પત્રને સમર્થન આપવામાં આવતા અન્ય પક્ષના નેતાઓ અકળાયા હતા. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આક્ષેપો કરવામાં આવતા ચૈતર વસાવાએ આ બાબતે જાહેરમાં ચર્ચા કરવા માટેનું નિમંત્રણ આપ્યું હતું.

- Advertisement -

આપના ધારાસભ્યએ જાહેરમાં ચર્ચા કરવા અંગે પડકાર ફેંકતા BJP સાંસદ મનસુખ વસાવા પડકારને સ્વીકાર્યો હતો સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૈતર વસાવા દ્વારા અનેક આોરોપ મુકીને જનતાને ગુમરાહ કરવાનું કાર્ય થાય છે. ચૈતર વસાવા દ્વારા ચેલેન્જ કરી હતી, આ ડિબેટ કરવા અર્થે હું 1 એપ્રિલ શનિવારે આવતીકાલે રાજપીપળાના ગાંધી ચોક પર 10 વાગ્યે હાજર રહીશ, જેમને કોઈ પણ પ્રશ્ન હશે તે બધાનો જવાબ મળશે.

સાંસદ મનસુખ વસાવાના ટ્વીટનો વળતો જવાબ આપતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્વીટ કર્યું હતું કે, ભાજપના સાંસદ દ્વારા આપવામાં આવેલી તારીખ, સ્થળ અને સમયનો સ્વિકાર કરી આવતીકાલે શનિવારના રોજ હું હાજર રહીશ. મારા વિસ્તારની જનતાને પણ આ ડિબેટમાં હાજર રહેવા આમંત્રણ આપું છું. ત્યારે હવે જોવાનું રહ્યું આવતીકાલે જાહેરમાં ભ્રષ્ટાચાર અંગે ડિબેટ કરવા ઉતરી રહેલા નેતાઓમાં કોનું પલડું ભારે રહેશે અને કોના પર ભ્રષ્ટાચારના છાંટા ઉડશે તે જોવું રહ્યું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular