Wednesday, April 22, 2026
HomeGujaratવેપાર કરવા માટે તો આખી જીંદગી છે, પણ ઈશ્વરે આપણને જે આપ્યુ...

વેપાર કરવા માટે તો આખી જીંદગી છે, પણ ઈશ્વરે આપણને જે આપ્યુ તે સમાજને પાછુ આપવાનો સમય છે

- Advertisement -

અમદાવાદના દિલ્હી ચકલા પાસે એક જાણિતી રેસ્ટોરન્ટ છે,જેનું નામ એમ પી કોલ્ડ્રીક છે, કોલ્ડ્રીંક અને ભાજીપાઉનો ધીકતો ધંધો છે,એમ પી કોલ્ડ્રીકના માલિક રાજુ શાહ કહે છે કે ગયા વર્ષે કોરોનાને કારણે લોકડાઉન જાહેર થતાં ધંધો ઠપ્પ થઈ ગયો હતો,આવક ન્હોતી અને બીજી તરફ 20 માણસોનો સ્ટાફ હતો, રાજયના અનેક ધધાર્થીઓએ પોતાના સ્ટાફને છુટો કર્યો હતો અને અથવા ઓછા પગારે રાખ્યો હતો, મારા ધંધામાં મારો દિકરો અને બે દિકરીઓ પણ જોડાયેલી છે. મેં મારા ત્રણે બાળકોને બોલાવીને કહ્યુ આપણે ત્યાં કામ કરતો સ્ટાફ ગામડેથી આવે છે,આપણે તેમને છુટા કરીએ અથવા પગાર કાપી નાખીએ તે વાજબી નથી, આપણે એવુ માનવાનું કે આપણે પૈસા કમાવવા અમદાવાદમાં બે વર્ષ મોડા આવ્યા હતા, આ સમય સ્ટાફને સાચવી લેવાનો છે.




ત્યાર પછી વિચાર આવ્યો કે સ્ટાફ તો હાજર છે પરંતુ બીજી તરફ અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ ખુબ આવે છે તેમની પાસે પૈસા નથી અને પૈસા તો લોકડાઉનને કારણે જમવાનું વ્યવસ્થા નથી,એટલે મેં મારા ત્રણે બાળકો અને સ્ટાફે મળી લોકોને મદદ કરવાનો નિર્ણય કર્યો અને તમામ હોસ્પિટલમાં મારા રેસ્ટોરન્ટમાં ફુડ પેકેટ આપવાની શરૂઆત કરી હતી. ગત વર્ષો ત્રણ મહિના અમે કામ કર્યુ હતું, આ વર્ષે ફરી સ્થિતિ બગડી ધંધો બંધ થયો, મારા મોટો દિકરો કુશલ જે એલએલએમ કરે છે તે અને ફેશન ડીઝાઈનર દિકરી મોક્ષા અને નાની દિકરી યશ્વી મારી પાસે આવ્યા, તેમણે કહ્યુ પપ્પા સરકારી હોસ્પિટલમાં ખુબ ગરીબો આવે છે, આપણે તેમના માટે કઈક કરવુ જોઈએ, મને સારૂ લાગ્યુ કે આજે જે ઉમંરના સંતાનો પોતાનો જ વિચાર કરે છે ત્યારે મારા સંતાનો લોકોની તકલીફ ઓછી કેવી રીતે કરવી તેનો વિચાર કરતા હતા.




- Advertisement -

મેં મારી પાસે જે કઈ સીલ્લક હતી તે બધી તેમના હાથમાં મુકી દીધી અને કહ્યુ વેપાર કરવા તો આખી જીંદગી છે, પણ ઈશ્વરે આપણને જે આપ્યુ તે સમાજને પાછુ આપવાનો આ સમય છે. અને મારા ત્રણે બાળકો અને સ્ટાફ સહિત મિત્રો પણ મદદમાં આવ્યા અમે રોજ પચાસ લોકો સાથે મળી સિવિલ,સોલા સિવિલ, મંજુશ્રી અને એલજી હોસ્પિટલમાં પહોંચી સવાર સાંજ ફુડ પેકેટ આપી છીએ, હમણાં સુધી લગભગ 18 હજાર લોકોને અમે ફુડ પેટેક આપી ચુકયા છે, રાજુ શાહ કહે છે બસ ઈશ્વરનની આવી જ કૃપા રહે કે અમે લોકો માટે કઈક કરી શકીએ.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular