Monday, April 20, 2026
HomeNationalમનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું, CM કેજરીવાલે મંજૂર કર્યા રાજીનામા

મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું, CM કેજરીવાલે મંજૂર કર્યા રાજીનામા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દિલ્હીમાં કેજરીવાલ સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Satyendar Jain) રાજીનામું આપ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં છે. મનીષ સિસોદિયાના કેટલાક વિભાગો પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને મળી શકે છે, સાથે જ રાજકુમાર આનંદને પણ કેટલાક વિભાગોની જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે.

મનીષ સિસોદિયાની રવિવારે સી.બી.આઈ. દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને, સોમવારે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. મંગળવારે સિસોદિયાએ સી.બી.આઈ.ની આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. પરંતુ ત્યાંથી તેમને રાહત મળી ન હતી. સુપ્રિમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી. જસ્ટિસ પી.એસ. નરસિમ્હાએ કહ્યું કે મામલો દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.

- Advertisement -

બીજ તરફ ભાજપ પણ આમ આદમી પાર્ટીના વિરોધમાં આકરા પાણીએ આવ્યું છે. દિલ્હી સરકારના કથિત દારૂ કૌભાંડની માહિતી આપવા માટે ભાજપ રાજધાનીના દરેક ઘરનો દરવાજો ખખડાવશે. બીજેપી કાર્યકર્તાઓ દિલ્હીના દરેક બૂથમાં દરેક ઘરે પહોંચીને નવી દારૂની નીતિમાં થયેલી ગેરરીતિઓ વિશે માહિતી આપશે. તેની વિગતવાર યોજના આજે દિલ્હી પ્રદેશ ભાજપના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નક્કી કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular