Thursday, April 18, 2024
HomeSeriesDeewal Seriesમહમંદનું મગજ કોમ્પ્યુટર કરતા ફાસ્ટ ચાલી રહ્યુ હતુ તે હજી પથારીમા જ...

મહમંદનું મગજ કોમ્પ્યુટર કરતા ફાસ્ટ ચાલી રહ્યુ હતુ તે હજી પથારીમા જ બેઠો હતો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ: 7 દીવાલ): સવારના 7 થવા આવ્યા હતા. બેરેક Barracks ખુલી ગઈ હતી અને બધા પોતાના કામે લાગી ગયા હતા. સવારની ચ્હા પણ આવી ગઈ હતી. યુનુસે Yunus જોયુ તો મહંમદ Muhammad હજી સુઈ રહ્યો હતો. 8 વર્ષમાં આવુ ક્યારેય થયુ ન્હોતુ કે મહંમદ Muhammad આટલા મોડા સુધી સુઈ રહ્યો હોય, તે રાતે વહેલો સુઈ જતો અને સૌથી પહેલા ઉઠી જનારમાં તે પહેલો હતો. યુનુસ Yunus ને ચિંતા થઈ તેને લાગ્યુ કે મહંમદ Muhammad બીમાર તો થયો નથી ને? તે તેની પાસે આવ્યે પોતાના પગ ઉપર ઉભડક બેઠો અને તેણે મહંમદ Muhammad ના કપાળ ઉપર હાથ મુક્યો પણ શરીરનું ટેમ્પરેચર તો નોર્મલ હતું. તેને લાગ્યુ કે મહંમદ Muhammad ને ઉઠાડવો જોઈએ. એક ક્ષણ તેણે વિચાર કરી તેના ખભા ઉપર હાથ મુકી તે ધીમેથી ઢંઢોળતા અવાજ આપતા કહ્યુ મહંમદ Muhammad …મહંમદ Muhammad , પણ તે હલ્યો નહીં. યુનુસ Yunus ને ફાળ પડી, તેણે જરા જોરથી તેને ઢંઢળ્યો અને મોટા અવાજે બોલ્યો મહંમદ Muhammad .. યુનુસ Yunus ના મોટા અવાજને કારણે બેરેક Barracks માં રહેલા તમામ કેદી Prisoner ઓનું ધ્યાન તેની તરફ ગયુ, પણ બીજી જ ક્ષણે મહંમદે આંખો ખોલી અને તેણે જોયુ કે બધા તેની સામે જોઈ રહ્યા છે અને બાજુમાં યુનુસ Yunus બેઠો હતો. તે એકદમ પોતાની પથારીમાં બેઠો થઈ ગયો. હજી તેની આંખોમાં ઉંઘ હોવાને કારણે બેરેક Barracks ના દરવાજામાંથી આવી રહેલો પ્રકાશ તેની આંખોને આંજી રહ્યો હતો. મહંમદે Muhammad પરાણે આંખો ખુલી રાખવાનો પ્રયાસ કરતા યુનુસ Yunus સામે જોઈ પુછ્યુ કયા હુવા..? યુનુસ Yunus ના શ્વાસમાં શ્વાસ આવ્યો તેને લાગ્યુ કે મહંમદ Muhammad ને કંઈ થયુ નથી.



વાતનો અંત લાવતા યુનુસે Yunus સામો પ્રશ્ન કરતા પુછ્યુ કિતના સોના હૈ ? ઉઠના નહીં હૈ? મહંમદે Muhammad આજુબાજુ નજર ફેરવી અને બેરેક Barracks ની બહાર નજર કરી કેટલા વાગ્યા તે જાણવાનો પ્રયાસ કર્યો. યુનુસે Yunus તેની તરફ જોયુ અને ઉભા થતાં કહ્યુ 7 બજગયે મેજર ઉઠ જાઓ ચાય ભી આ ગઈ હૈ. મેં ચાય લેકે આતા હુ, મુંહ ધોલો… મહંમદ Muhammad વિચાર કરવા લાગ્યો. 7 વાગી ગયા, ખબર જ પડી નહીં. આટલી બધી કેમ ઉંઘ આવી ગઈ, કદાચ જેલ Jail માં આવ્યા પછી તો ઉંઘ ઓછી થઈ ગઈ હતી પણ પહેલી વખત તે 7 વાગ્યા સુધી સુતો રહ્યો હતો. દરરોજ કરતા મન આજે ખુબ શાંત હતુ અને કંઈક સારૂ લાગી રહ્યુ હતું. જેલ Jail માં આવ્યા પછી જીવનમાં સારૂ થશે તે તો લગભગ ભુલાઈ જ ગયુ હતું. છતાં એક એવો ભાસ થઈ રહ્યો હતો કે સારૂ થવાની શરૂઆત થઈ ગઈ છે. તરત બીજી જ ક્ષણે વિચાર આવ્યો વળી જેલ Jail માં સારૂ કઈ રીતે થાય? મનમાં એક સાથે અનેક વિચારો આવતા અને જતા હતા. મહંમદ Muhammad નું મગજ કોમ્પ્યુટર કરતા પણ વધુ ઝડપે ચાલી રહ્ય હતું. તે હજી બધા વિચાર પથારીમાં બેઠા બેઠા જ કરતો હતો એટલી વારમાં યુનુસ Yunus ચ્હા લઈ પાછો બેરેક Barracks માં પાછો આવ્યો તેને બહુ આશ્ચર્ય થયુ.

હજી મહંમદ Muhammad પથારીમાં જ બેઠો હતો તેણે મહંમદ Muhammad ની બાજુમાં ચ્હાનો ગ્લાસ મુકતા કહ્યુ મહંમદ Muhammad અબ તો ઉઠો.. મહંમદ Muhammad એકદમ વિચારમાંથી પાછો ફર્યો અને ઉભો થઈ બ્રશ સાથે બેરેક Barracks ના બાથરૂમ Bathroom તરફ ગયો. થોડીવારમાં બ્રશ કરી પાછો આવ્યો અને ચ્હાનો ગ્લાસ લઈ તે ચુસકી મારતો મારતો બેરેક Barracks ની બહાર જઈ ખુલ્લા મેદાનની વચ્ચે રહેલા વૃક્ષ નીચે સીમેન્ટના ઓટલા ઉપર જઈને બેઠો. ત્યાંથી પસાર થતાં કેદી Prisoner ઓ મહંમદ Muhammad સામે સલામ-દુઆ કરતા હતા. મહંમદ Muhammad માત્ર હાથ ઉંચો કરી સલામનો જવાબ આપતો હતો પણ તે વાત તો પોતાની સાથે જ કરી રહ્યો હતો. થોડીવાર સુધી તે ઓટલા ઉપર બેઠો રહ્યો અને પછી બેરેક Barracks માં આવી જલદી જલદી ન્હાવા Bath માટે જતો રહ્યો હતો, તે તૈયાર થઈ ગયો હતો, તે કોઈની રાહ જોઈ રહ્યો હતો. તેના સાથીઓ તેનો વ્યવહાર જોઈ રહ્યા હતા. આજે મહંમદ Muhammad રોજ કરતા જુદો વ્યવહાર કરી રહ્યો હતો પણ આવુ તે કેમ કરે છે કોઈને ખબર પડી નહીં. મહંમદે Muhammad રાતના સુઈ જવાની પહેલા જે વિચાર આવ્યા તે બધા યાદ કરી લીધા હતા.



મહંમદ Muhammad જેની રાહ જોઈ રહ્યો હતો તે આવ્યા, જેલર Jailer ની ઓફિસમાં કામ કરતો એક વોર્ડન બેરેક Barracks ઉપર આવ્યો, તેને બેરેક Barracks વોર્ડને કહ્યુ મહંમદ Muhammad ને જેલર પંડ્યા Jailer Pandya સાહેબ યાદ કરી રહ્યા છે. મહંમદ Muhammad પોતાના બુલાવાની રાહ જોતો હતો, તે જેલર Jailer ઓફિસના વોર્ડન સાથે ચાલવા લાગ્યો. સુપ્રીટેન્ડન્ટ Superintendent ઓફિસનો આદેશ હતો કે મહંમદ Muhammad અને તેના સાથીઓ વોર્ડન અથવા જેલ સિપાઈ વગર બેરેક Barracks ની બહાર નિકળશે નહી તેના કારણે મહંમદ Muhammad ની સાથે એક વોર્ડન ચાલી રહ્યો હતો. મહંમદ Muhammad આ પ્રકારે કામ માટે અનેક વખત પોતાના વોર્ડની બહાર નિકળ્યો હતો પણ જે જેલ Jail માં તે છેલ્લાં 8 વર્ષથી રહેતો હતો તે જેલ Jail તે પહેલી વખત જોઈ રહ્યો હતો તેવુ તેને લાગી રહ્યુ હતું. તે પોતાની બેરેક Barracks થી જેલર Jailer ઓફિસ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હનુમાનજી Hanumanji એક દેરી જે કોઈક કેદી Prisoner એ જ બનાવી હતી તેની પાસે 2-3 કેદી Prisoner ઓ દિવાબત્તી કરી રહ્યા હતા તેમની સામે જોયુ.

- Advertisement -

મહંમદે Muhammad બહુ સરળતાથી તેમની સામે જોયુ અને એક હાસ્ય પણ આપ્યુ, પણ તેઓ બહુ આશ્ચર્યથી મહંમદ Muhammad સામે જોઈ રહ્યા હતા. તેમના ચહેરા ઉપર કોઈ હાવભાવ બદલાયા નહીં, એક કેદી Prisoner એ બીજા કેદી Prisoner ના કાનમાં મહંમદ Muhammad તરફ ઈશારો કરી કહ્યુ, તે કેદી Prisoner પણ હાથમાં સળગી રહેલી અગરબત્તી પકડી મહંમદ Muhammad તરફ જોઈ રહ્યો હતો. આવુ અનેક વખત થતુ હતું. મહંમદ Muhammad અને તેના સાથીઓ જ્યારે પણ વોર્ડની બહાર નિકળે ત્યારે બીજા વોર્ડના કેદી Prisoner ઓ એક વિચિત્ર નજરે જ તેમની સામે જોતા હતા. સામાન્ય રીતે હિન્દુ કેદી Prisoner ઓ તો મહંમદ Muhammad એન્ડ કંપની સાથે વાત જ કરતા ન્હોતા. જો કોઈ હિન્દુ કેદી Prisoner વાત કરે તો યુસુફ મઝાક કરતો કહેતો કે આજ હમ પર અલ્લાહ મહેરબાન હો ગયા લગતા હૈ.

કાચી કેડી પાર કરી જેલ Jail ની બરાબર વચ્ચે આવેલા ઓપનએર થીયેટર Open air theater પાસે તેઓ આવી ગયા. થીયેટરને અડીને આવેલા મેદાનમાં જેલ Jail સીપાઈ અને કેદી Prisoner ઓ વોલીબોલ Volleyball રમી રહ્યા હતા. મહંમદ Muhammad પાકા રસ્તા ઉપરથી પસાર થઈ મહિલા બેરેક Women Barracks અને તિલક ખોલી પાર કરી જેલ Jail ના મુખ્ય દરવાજા સુધી આવ્યો. વિશાળ દરવાજાની અંદર તમામ જેલ અધિકારીઓની ઓફિસો આવેલી હતી. જેલર ઓફિસના વોર્ડને દરવાજામાં દાખલ થતાં મહંમદ Muhammad તરફ ઈશારો કરતા સંત્રી ડ્યુટીમાં હાજર એસઆરપી SRP જવાનને કહ્યુ જેલર સાહેબની ઓફિસમાં જવાનું છે, તે જવાને પણ મહંમદ Muhammad સામે શંકાભરી નજરે જોયુ.



મહંમદ Muhammad બેરેક Barracks માંથી નિકળ્યો ત્યારે પોતાના સાથીઓને કંઈ પણ કહ્યા વગર નિકળ્યો હતો જેના કારણે તેઓ પણ વિચારમાં હતા કે જેલરે મહંમદ Muhammad ને કેમ બોલાવ્યો હશે? પણ મહંમદ Muhammad એટલો ઉત્સાહમાં હતો કે તે કેમ જઈ રહ્યો છે તે કહેવા માટે પણ ત્યાં રોકાયો નહીં. મહંમદ Muhammad અને વોર્ડન જેલર કૌશિક પંડ્યા Jailer Kaushik Pandya ની ચેમ્બરમાં દાખલ થયા. પંડ્યા Pandya એ મહંમદ Muhammad ને જોતા જ કહ્યુ ચલો દેર આયે દુરસ્ત આયે, જિંદગીમાં સારી શરૂઆત ગમે ત્યારે થઈ શકે છે. મહંમદે Muhammad પોતાનો જમણો હાથ ઉંચો કરી જેલર પંડ્યા Jailer Pandya ને સલામ કરતા કહ્યુ સાહેબ તમારી મહેરબાની હશે તો બધુ સારૂ જ થશે. પંડ્યા જાણે ફરજ નિષ્ઠ અધિકારી હોય તેમ કહ્યુ અરે ભાઈ અમારૂ કામ જ તમને સુધારવાનું અને સારા માર્ગે લાવવાનું છે. મહંમદે મનમાં પંડ્યા Pandya ને એક મોટી ગાળ આપી પણ મહંમદ Muhammad ના ચહેરા ઉપર પંડ્યા માટે આભારનો ભાવ હતો.

(ક્રમશ:)

- Advertisement -

PART – 6 | મહંમદ મેચ રમાડી રહ્યો હતો પણ તેનું ધ્યાન અજાણતા યુનુસ તરફ જઈ રહ્યુ હતુ




તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular