Sunday, May 31, 2026
HomeNationalExport Duty : ઈંધણની નિકાસ પર લાગશે નવી ડ્યૂટી, સામાન્ય ગ્રાહકો પર...

Export Duty : ઈંધણની નિકાસ પર લાગશે નવી ડ્યૂટી, સામાન્ય ગ્રાહકો પર અસર નહીં પડે

- Advertisement -

India Imposes New Export Duty on Petrol, Diesel and ATF : ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલાં ઘર્ષણના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ સંકટ (International oil crisis) સર્જાયું છે. ભારત સરકારે ઈંધણનો પૂરતો જથ્થો દેશમાં જાળવી રાખવા માટે ભારત સરકારે પગલાં લેવાનું શરૂ (Steps taken to maintain fuel supply in country) કર્યું છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નવા નોટિફિકેશન અનુસાર, આગામી 1 જૂન 2026 થી પેટ્રોલ, ડીઝલ અને વિમાનમાં વપરાતા બળતણના નિકાસ પર સંશોધિત શુલ્ક લાગુ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે, નિકાસ મર્યાદિત કરવાથી ઘરેલું માગ સરળતાથી પૂરી કરી શકાશે અને કિંમતો પર કાબૂ મેળવી શકાશે. રાહતના સમાચાર એ છે કે, આ નવી ડ્યૂટી લાગુ થવાથી સામાન્ય ગ્રાહકો પર તેની અસર નહીં પડે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર 15 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 13.5 રૂપિયા વસૂલવામાં આવશે. જ્યારે વિમાનના ઇંધણ (ATF) ની નિકાસ પર પ્રતિ લિટર 9.5 રૂપિયા ડ્યૂટી લેવાશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular