Monday, September 9, 2024
HomeGujaratમહેસાણામાં દલિત યુવકે વરઘોડો કાઢતા માથાકુટ, 10 લોકો સામે ફરિયાદ

મહેસાણામાં દલિત યુવકે વરઘોડો કાઢતા માથાકુટ, 10 લોકો સામે ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બહુચરાજી: Mehsana News : એક તરફ આઝાદીના 75 વર્ષની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે બીજીબાજુ હજુ પણ દેશભરમાં જાતિવાદી માનસિકતા અકબંધ છે. ગુજરાત દેશમાં એક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. તેવામાં આ જ ગુજરાતમાં દલિતો સાથે અન્યાયની ઘટનાઓ સામે આવી રહી છે. મહેસાણાના (Mehsana) બહુચરાજીમાં (Becharaji) દલીત યુવકને તેના લગ્નમાં વરધોડો નિકાળવા બાબતે મારમાર મારવામા આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાના બેચરાજીમાં આવેલા ઘનપુરા ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્ન હતા. લગ્ન પ્રસંગમાં પરિવારજનો ગામમાં યુવકનો વરઘોડો ફેરવવાના હતા. આ દરમિયાન ગામના અન્ય સમાજના 10થી વધુ લોકો હથિયારો સાથે લગ્ન યોજી રહેલા યુવકના ઘરે આવી પહોંચ્યા હતા અને ગાળાગાળી કરી હતી સાથે મારમારીને ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે રોહિત વાસમાં રહેતા મનુ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, 28 જાન્યુઆરીના રોજ તેઓના ભાઈના લગ્ન હોવાથી સવારે સાડા નવ કલાકે તેનો વરઘોડો નીકળવાની તૈયારી પરિવાર જનો કરી રહ્યા હતા. એ દરમિયાન ગામમાં રહેતો ઝાલા કનકસિંહ વિજુભા બાઇક પર ધારીયા સાથે આવી સોલંકી કીર્તિભાઈને જાતિ વિષયક ગાળો બોલી બાદમાં આરોપી સાથે આવેલા અન્ય લોકો સાથે મળી હથિયાર લઇ ફરિયાદી અને તેના પરિવાર સાથે બીભત્સ ગાળો બોલી જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા અને મારામારી એકને ઇજા પહોંચાડી હતી.

- Advertisement -

લગ્ન પ્રસંગમાં ઘર્ષણની પોલીસને જાણ થતા પોલીસ ગામમાં આવી ગઈ હતી. ત્યારબાદ બંદોબસ્ત ગોઠવી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મનુ સોલંકીએ કહ્યું કે, અમારા સામાજિક આગેવાનો સાથે બેઠક કરવામાં આવી ત્યારબાદ ચર્ચા કર્યા બાદ ફરિયાદ કરી છે. હાલમાં ગામમાં શાંતિનો માહોલ છે, પોલીસ તપાસ કરી રહી છે અને હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ગોઠવાયેલો છે. આ મામલે 5 મહીલા સહીત 10 લોકો સામે ફરીયાદ કરવામા આવી છે. જેમાં ઝાલા કનકસિંહ વિજુભા, ઝાલા હરપાલસિંહ અભેસંગ, ઝાલા ગીતાબેન અભેસંગ, ઝાલા ભગીબેન રામસંગ, ઝાલા પુરીબેન અખેરાજ, ઠાકોર મોહીતજી મણાજી, ઠાકોર વિશાલ પ્રતાપજી, ઝાલા સુરજબા બળવંતસિંહ, ઝાલા સમીર જશંવતસિંહ, ઝાલા પકીબા પ્રહલાદસંગ તમામ ધનપુરા વાળા સામે IPC કલમ 323, 504, 143, 147, 148, 149 તથા જી. પી. એકટ કલમ 135 તથા અનુસુચિત જાતિ /અનુસુચિત જનજાતિ અત્યાચાર અધિનિયમની કલમ 3(1)(આર)(એસ) 3(2)(5-એ)મુજબ ફરિયાદ નોંધાવામા આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular