Monday, September 9, 2024
HomeGujaratભાજપના નાકે દમ લાવી દેનાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપ્યા શરતી...

ભાજપના નાકે દમ લાવી દેનાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપ્યા શરતી જામીન, નર્મદા જીલ્લામાં પ્રવેશી નહીં શકે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદા: ડેડીયાપાડાના (Dediyapada) ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) પર વન વિભાગના કર્મીઓ સાથે માર મારવાના અને ફાયરિંગ કરવાના આરોપસર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે જ તેમના પત્ની શકુંતલાબેન સામે પણ ફરિયાદ દાખલ થઈ હતી. જો કે પોલીસે શકુંતલાબેનની ધરપકડ કરી લીધી હતી, પણ ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા. પોલીસે ચૈતર વસાવાને પકડવા રાત દિવસ એક કરી નાખ્યા પણ ચૈતર વસાવા હાથ ન લાગ્યા. બાદમાં 40 દિવસ બાદ ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. ચૈતર વસાવાએ જામીન માટે નર્મદા (Narmada) સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની ગઈકાલે યોજાયેલી સુનાવણી દરમિયાન નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન મંજૂર કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડેડીયાપાડાના આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ તેમજ નર્મદા જીલ્લામાં ભાજપના નાકે દમ લાવી દીધો છે. જો કે 29 નવેમ્બરના રોજ ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મીઓ સાથે મારામારી કરવાની તેમજ ફાયરિંગ કરવાની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તેમના પત્ની શકુંતલાબેન સામે પણ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે શકુંતલાબેનની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા પણ ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા. ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા તાજેતરમાં જ રાજપીપળા ખાતે વિશાળ જનસભા યોજવામાં આવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતાં કહ્યું કે, જે વ્યક્તિ લોકો માટે લડે તેને જેલમાં ધકેલી દેવાની વાત નવી નથી. જે કોઈ લોકો માટે લેડે તેને જેલમાં જવું પડે છે. ચૈતર વસાવા સાથે પણ આવું જ થયું છે. ભાજપે ચૈતર વસાવાને નિર્દોષ હોવા છતાં ખોટી ફરિયાદ દાખલ કરી છે. આગામી સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી ન લડી શકે તે માટે ચૈતર વસાવાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

- Advertisement -

વિશાળ જનસભાને સંબોધતા ભગવંત માને પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવા 40 દિવસ ફરાર રહી 14 ડિસેમ્બરે ડેડીયાપાડા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ ચૈતર વસાવાએ નર્મદા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજીની ગઈકાલે સુનાવણી હાથ ધરાઈ હતી. ચૈતર વસાવાની જામીન અરજી પર દલીલો બાદ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. જો કે જામીન મંજૂર કરવાના હુકમ સાથે કેટલીક આકરી શરતો પણ કોર્ટે મૂકી છે. કોર્ટે શરતોમાં જણાવ્યું છે કે, ચૈતર વસાવા કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નર્મદા જીલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહીં. તેમજ એક લાખ જેટલી રકમના સદ્ધર જમીન આપવાના રહેશે. ચૈતર વસાવા માટે આ શરત એટલા માટે આકરી કહી શકાય કે, આગામી સમયમાં આવી રહેલી લોકસભાની ચુંટણીમાં તેઓ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે ત્યારે પોતાના જ મત વિસ્તારમાં પ્રવેશ નિષેધથી ચૈતર વસાવાને ચુંટણીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular