નવજીવન નવી દિલ્હીઃ રોહિણી કોર્ટમાં લો ઈંટેસિટી બ્લાસ્ટના આરોપમાં ડીઆરડીઓના વૈજ્ઞાનિકનું નામ સામે આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે આરોપી વૈજ્ઞાનિકને પડોસમાં રહેનારા વકીલને નિશાન બનાવવા માટે ઘટનાને અંજામ આપ્યો હતો. આ બ્લાસ્ટ 9 ડિસેમ્બરે થયો હતો. આ સંબંધમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું કે સ્પેશ્યલ સેલને કેસ ટ્રાન્સફર કરાયો હતો. કોર્ટની સુરક્ષાનો મામલો હતો, તેથી તેને વધુ ગંભીરતાથી લેવાયો હતો. 1000 ગાડીઓ જે કોર્ટમાં આવી હતી, તેમની તપાસ કરાઈ હતી. 100થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરાઈ હતી જેના 1000થી વધુ સીસીટીવી ફૂટેજને જોવામાં આવ્યા હતા. બહાર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યું હતું. ડંપ ડેટાની પણ તપાસ કરાઈ હતી. તે દિવસ કોર્ટમાં જે કેસ થયા હતા જેમને કોર્ટમાં આવવાનું હતું, તે તમામની પણ તપાસ કરાઈ હતી.
રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે ક્રાઈમ સીનમાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનાથી ખબર પડી કે તે બોમ્બ બનાવવા માટે સરળતાથી ઉપલબ્ધ સામગ્રી હતી. IEDમાં માત્ર ડિટોનેટર જ વિસ્ફોટ થયો હતો, વિસ્ફોટક વિસ્ફોટ થયો ન હતો. જો આખો બોમ્બ ફૂટ્યો હોત તો મોટો બ્લાસ્ટ થયો હોત. બેગમાંથી એક લોગો મળી આવ્યો હતો જે મુંબઈની કંપનીનો હતો, તે કંપનીનું દિલ્હીમાં પણ વેરહાઉસ હોવાનું જાણવા મળ્યું હતું. તે કંપનીની તપાસથી ઘણી મદદ મળી. વિસ્ફોટ કરવા માટે ઉપયોગમાં લેવાતું રિમોટ એન્ટી ઓટો થેફ્ટ રિમોટ હતું, જેનો ઉપયોગ વાહનોમાં થાય છે. બેગમાંથી કેસ સાથે જોડાયેલી કેટલીક ફાઈલો પણ મળી આવી છે, તપાસમાં ઘણી વસ્તુઓ પણ મળી આવી છે. જે બાદ ભારત ભૂષણ કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ કમિશનરે જણાવ્યું કે તેમના ઘરમાંથી બોમ્બ બનાવવાની ઘણી સામગ્રી પણ મળી આવી છે. ભારત ભૂષણ કટારિયા ડીઆરડીઓમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક છે. તે દિવસે તે 2 બેગ સાથે અંદર ગયો, 2 વાર જુદા જુદા દરવાજામાંથી પસાર થયો. તે વકીલના ડ્રેસમાં કોર્ટમાં ગયો. બ્લાસ્ટ બાદ તે કોર્ટની બહાર જાય છે. અમિત બક્ષી નામના વકીલ સાથે લડાઈ ચાલી રહી છે, બંનેએ એકબીજા સામે કેસ કર્યા છે, આરોપીઓ વકીલ સામે 5 કેસ છે જ્યારે વકીલે આરોપીઓ સામે 7 કેસ કર્યા છે. તેથી જ તેને મારવા માટે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે તે વકીલ પણ આ જ કોર્ટમાં હતા.
આ દિવસે આ પૈકીના એક કેસની આ જ કોર્ટમાં તારીખ હતી. વકીલ અને આરોપી એક જ બિલ્ડરના ફ્લેટમાં રહે છે. વકીલો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા, જ્યારે આરોપી ટોપ ફ્લોર પર રહેતા હતા. બંને વચ્ચે 6 વર્ષથી લડાઈ ચાલી રહી છે, ક્યારેક પાણીને લઈને તો ક્યારેક અન્ય મુદ્દે. તે વિસ્ફોટકો સાથે અંદર કેવી રીતે ગયો, સુરક્ષામાં ક્યાં ખામી હતી તેની તપાસ ચાલી રહી છે. બોમ્બ બનાવવામાં જે વિસ્ફોટક વિસ્ફોટ થયો તે એમોનિયમ નાઈટ્રેટ છે. તેણે એમેઝોન પરથી રિમોટ અને કેટલીક એસેસરીઝ ખરીદી હતી. વિસ્ફોટકો ક્યાંથી લાવવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.








