Sunday, August 30, 2026
HomeGujaratAhmedabadલકઝરી બસમાં રહેલા પાર્સલમાં મોંઘાદાટ iPhone ચોરી વેચી દેનારા યુવકની ધરપકડ, તમામ...

લકઝરી બસમાં રહેલા પાર્સલમાં મોંઘાદાટ iPhone ચોરી વેચી દેનારા યુવકની ધરપકડ, તમામ 14 ફોન વેચી દેવાતા રોકડ કબજે લેવાઈ

- Advertisement -

Stolen iPhones sent to Dubai : મહારાષ્ટ્રના પૂણેથી લકઝરી બસમાં આવી રહેલા પાર્સલમાંથી 14 iPhone ચોરી લેનારા યુવકને અમદાવાદ પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો છે. પૂણેમાં આવેલા મેડિકલ સ્ટોરમાં 35 હજારના પગારથી નોકરી કરતા ગજેન્દ્રસિંહ શેતાનસિંહ રાજપૂત ઉર્ફે ચિરાગ (રહે. હિંમતનગર, જિ. સાબરકાંઠા) ની ધરપકડ બાદ ચોરી કરેલા ફોન ખરીદનારા અમદાવાદ અને હિંમતનગરના બે શખસો પાસેથી 10.70 લાખની રોકડ કબજે લેવાઈ છે. ચોરીના ફોન વેચી દેવાયા હોવાથી ફોન ખરીદનારા અમદાવાદના મોહસીન સહિતના બે શખસોએ તેના બદલામાં રોકડ રકમ પોલીસ સમક્ષ રજૂ કરી દીધી છે. ચોરીના આઈફોન-17 (iPhone 17) ખરીદનારા મોહસીને ફોન દુબઈ મોકલી દીધા હોવાની કબૂલાત કરી છે. રામોલ પોલીસે (Ramol Police) ગજેન્દ્ર પાસેથી મોંઘાદાટ બે ફોન સેમસંગ અને આઈફોન તેમજ રોકડ રૂપિયા 8,500 કબજે લીધી છે.

મહારાષ્ટ્રના પૂણેમાં રહેતા મોબાઈલ ફોનના વેપારી સુરેશ ઠાકોરે ગત 15 ઓગસ્ટના રોજ અમદાવાદના આશ્રમ રોડ પર મોબાઈલ ફોનનો ધંધો કરતા સલમાનભાઈને 14 નંગ આઈફોન પાર્સલમાં પેક કરી લકઝરી બસમાં મોકલ્યા હતા. પાર્સલ આપતી વખતે વેપારીએ લકઝરી બસના ચાલકને “પાર્સલમાં મોંઘા ફોન છે સાચવીને લઈ જજો” તેમ કહેતા આ વાત બસમાં પ્રવાસી તરીકે બેસેલા અને હિંમતનગર જઈ રહેલા ગજેન્દ્રસિંહ રાજપૂતે સાંભળી લીધી હતી. ગજેન્દ્ર રાજપૂતે પાર્સલમાંથી તમામ 14 iPhone સિફતપૂર્વક ચોરી લીધા હતા. અમદાવાદનો વેપારી ટ્રાવેલ્સની ઓફિસે પાર્સલ લેવા પહોંચ્યા ત્યારે ફોન ચોરી થયાની જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બસમાં છેલ્લી સીટ પર બેસેલો એક મુસાફર પાર્સલ પોતાની સીટ પર લઈ ગયો હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાતા તેની તપાસ આરંભી હતી.

- Advertisement -

ડીસીપી ઝોન 8ની ટીમ અને રામોલ પોલીસ તપાસમાં 10.70 લાખની કિંમતના 14 નંગ iPhone 17 ચોરી કરનારો શખસ હિંમતનગરનો ગજેન્દ્ર રાજપૂત હોવાનું સામે આવ્યું હતું. ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કરનાર ગજેન્દ્રને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે તેણે તમામ 14 ફોન અમદાવાદ અને હિંમતનગરના બે વેપારીને વેચી માર્યા હોવાની કબૂલાત કરી હતી. ચોરીના મોબાઈલ ફોન વેચ્યા બાદ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે એક રિસોર્ટમાં રોકાયો હતો અને તેણીને એક આઈફોન ગિફ્ટ કર્યો હતો. ચોરીના મોબાઈલ ફોન ખરીદનારા બંને શખસોએ તમામ ફોન વેચી માર્યા હોવાથી તેમણે ફોનની કિંમતની રોકડ રામોલ પોલીસ પાસે મુદ્દામાલ સ્વરૂપે જમા કરાવી છે. રામોલ પોલીસે ચોરીના ફોન ખરીદનારા મોહસીન સહિત બે શખસોની પણ ધરપકડ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular