Monday, November 9, 2026
HomeNationalCEC વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ‘ભારત છોડો’ નોટિસ: અભિનેતા ઇમરાન ખાને...

CEC વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ‘ભારત છોડો’ નોટિસ: અભિનેતા ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

- Advertisement -

Bombay High Court on Bharat Chhodo Notice of Imran Khan: અભિનેતા ઇમરાન ખાને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ મળેલી ‘ભારત છોડો’ નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસર (FRRO), મુંબઈ દ્વારા જાહેર કરાયેલી આ નોટિસમાં તેમને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઇમરાન ખાને પોતાની અરજીમાં દલીલ કરી છે કે આ આદેશ આપતાં પહેલાં તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી નહોતી અને તે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકોના કાનૂની અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

ઇમરાન ખાન અમેરિકાના નાગરિક છે અને તેમની પાસે OCI કાર્ડ છે. અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે મુંબઈ પોલીસ દ્વારા તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેઓ 10 ઑક્ટોબરે મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ દરમિયાન અન્ય પ્રદર્શનકારીઓ સાથે તેમને પણ પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

- Advertisement -

FRRO, મુંબઈ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં જણાવાયું હતું કે ઇમરાન ખાન પાલે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025 તથા તેના હેઠળ બનાવાયેલા નિયમો અને આદેશોનું ઉલ્લંઘન કર્યું હોવાની માહિતી સામે આવી છે. આ આધારે તેમને 28 ઑક્ટોબર અથવા તે પહેલાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નોટિસમાં એમ પણ ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં ભારત નહીં છોડે તો તેમની સામે આ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇમરાન ખાન અમેરિકાના નાગરિક છે, ભારતીય નાગરિક નથી અને તેથી 2025ના કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ત્યારબાદ પોલીસે આ બાબતે FRRO, મુંબઈને જાણ કરી હતી. તેના પછી FRRO દ્વારા ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી હતી. હવે ઇમરાન ખાને આ નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારતાં મામલો કાનૂની લડત સુધી પહોંચ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular