Friday, June 5, 2026
HomeGujaratVadodaraપ્રેમીકાની આ માગણીને કારણે પ્રેમીએ આપ્યું મોત, પોલીસે જેસીબીથી બહાર કાઢ્યો મૃતદેહ

પ્રેમીકાની આ માગણીને કારણે પ્રેમીએ આપ્યું મોત, પોલીસે જેસીબીથી બહાર કાઢ્યો મૃતદેહ

- Advertisement -

નવજીવન ન્યઝ. વડોદરા : વડોદરા રાજ્યમાં મહિલા સબંધિત ગુનાનો આંક વધતો જણાય છે. જેમાં કેટલીક ઘટનાઓ હચમચાવી મુકે તેવી ધ્રુણાસ્પદ હત્યાની પણ હોય છે. ત્યારે વડોદરા(Vadodara)ના પોરમાં પણ પરિણીતાને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.

lover killed married woman in Por Vadodara
lover killed married woman in Por Vadodara

ધટનાની વિગત એવી છે કે, વડોદરાની પોર જીઆઈડીસીમાં રહેતા પતિએ પોતાની પત્ની મિત્તલ ગાયબ થતા શોધખોળ આદરી હતી. લાંબી શોધખોળ બાદ પણ મિત્તલ નહીં મળતા પતિએ વરણા પોલીસ સ્ટેશન ખાતે જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભાવનગર મૂળની મિત્તલની શોધખોળ માટે તપાસ શરૂ કરતા પ્રાથમિક માહિતી મળી હતી કે, મિત્તલને 10 વર્ષ પહેલા ઈસ્માઈલ નામના શખ્સ સાથે પ્રેમ થયો હતો. પોલીસને માહિતી મળી હતી કે હાલ જ્યાં મિત્તલ તેના પતિ સાથે કંપનીના ક્વાર્ટરમાં રહે છે ત્યાં કંપનીમાં નોકરી કરતા ઈસ્માઈલ અને મિત્તલ વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. પોલીસને મળેલી મહત્વની કડીને આધારે ઈસ્માઈલને શોધી કાઢી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં નિર્દોષ હોવાનું કથન કરતો ઈસ્માઈલ હચમચાવી દે તેવી ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો તેવું સામે આવ્યું હતું.

- Advertisement -

પોલીસની આગવી પુછપરછમાં ઈસ્માઈલે કબૂલાત આપી હતી કે તેણે મિત્તલની હત્યા કરી નાખી છે. ઈસ્માઈલે ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ સાંજના સમયે મિત્તલને ઈસ્માઈલે મળવા બોલાવી હતી. બાદમાં તેણીને લઈ ઈસ્માાઈલ એક ખુલ્લા ખેતરમાં લઈ ગયો હતો અને હત્યા નિપજાવી હતી. મૃતદેહને છુપાવવા માટે તેણે ખેતરમાં શેરડીના ડસ્ટની નીચે દાટી દીધી હતી. મિત્તલની હત્યાને અંજામ આપવાના કારણમાં ઈસ્માઈલે પોલીસને કબૂલાત આપી હતી કે, મિત્તલે તેનો ફોન નંબર બ્લોક કર્યો હતો અને ઉછીના આપેલા રૂપિયા 2.50 લાખની માગણી કરતી હતી. આમ ગુસ્સે ભરાયેલા ઈસ્માઈલે મિત્તલને ઘાટ ઉતારી દઈ મૃતદેહને દફનાવી દીધો હતો. આરોપી ઈસ્માઈલની કબૂલાતના આધારે સ્થળ પર જઈ પોલીસે જેસીબી મશીન વડે ખાડો ખોદતા ઉંડેથી મૃતક મિત્તલનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે આ મામલે ઈસ્માઈલની ધરપકડ કરી હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

મહત્વની વાત છે કે, મૃતક મહિલા મિત્તલને 13 અને 10 વર્ષના બે પુત્રો છે. જ્યારે હત્યાનો આરોપી ઈસ્માઈલ પણ પરણિત છે અને બે બાળકોનો પિતા છે. ઈસ્માઈલ પોરથી નોકરી છોડી કરજણ તાલુકાની એક ફાર્મા કંપનીમાં કામે લાગ્યો હતો. અને ઈસ્માઈલ તેમજ મિત્તલના આડાસબંધની તેના પતિને પણ જાણ હતી. ત્યારે અવારનવાર ઈસ્માઈલ મિત્તલના ઘરે આવતો હતો. આ પ્રેમ સબંધમાં મિત્તલે રૂપિયા અઢી લાખ જેટલી રકમ પણ ઈસ્માઈલને ઉછીના પેટે આપી હતી. જે રકમ પરત માગતા મિત્તલને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular