નવજીવન ન્યૂઝ. અમરેલી : રાજ્યમાં બે દિવસ પહેલા જ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું ફોર્મ ફૂટી (Junior Clerk Paper Leak Case)ગયું હતું. આ મામલે પ્રજા અને વિપક્ષ સરકાર પર નિશાન તાકી સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યા છે. પરંતુ આ તકે કોંગ્રેસના નેતા અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત (Pratap Dudhat) ભગવાન રામને અયોધ્યા ખાતે પત્ર લખી (Wrote Letter to Lord Ram) સરકારને ઘેરતા જોવા મળ્યા છે. આ પત્ર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ (Letter Viral)થયો હતો અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જુનિયર ક્લાર્કના પેપર ફૂટ્યા બાદ સરકારની સ્થિતી મોં છૂપાવવા જેવી બની છે. આ મામલે સત્તાવાર રીતે સરકારે મીડિયા સમક્ષ આપી કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું છે. ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો સરકારને સતત થતા પેપરલીક મામલે ઘેરતા જોવા મળ્યા છે. જેમાં કોંગ્રેસના સાવરકુંડલાથી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે તો ભગવાન શ્રી રામને સંબોધી પત્ર લખ્યો છે. પ્રતાપ દૂધાતે પત્રમાં ભાજપ સરકાર પર વાગબાણ ચણાવતા ભગવાન રામને લખ્યું છે કે, “આજે આપને પત્ર પાઠવવાની જરૂરીયાત એટલા માટે ઉભી થઈ છે કે, ગુજરાતમાં ઘણા વર્ષોથી આપના નામ પર ચૂંટાતી સરકાર શાસનમાં છે. ત્યારે ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો છે. જ્યારે જ્યારે આ બેરોજગાર યુવાનો પરીક્ષામાં પેપર આપવા જાય ત્યારે એક-એક પેપર નવ-નવ વખત લીક થાય છે.”
પ્રતાપ દૂધાતે ભગવાન રામને લખેલા પત્રમાં ભગવાન રામને એવું પણ જણાવ્યું છે કે, વર્ષ 2014માં ચીફ ઓફિસર, વર્ષ 2015માં તલાટી મંત્રી, વર્ષ 2018માં મુખ્ય સેવીકા, TATનું પેપર, નાયબ ચિટનીસ, લોકરક્ષક અને વર્ષ 2019માં બિન સચિવાલય, વર્ષ 2021માં હેડ ક્લાર્ક, DGVCL વિદ્યુત સહાયક તેમજ વર્ષ 2022માં વનરક્ષક તેમજ સબ ઓડિટર અને હવે વર્ષ 2023માં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું છે. ત્યારે લોકશાહીમાં સત્તાધારી લોકો તમારા નામ પ મદમસ્ત બની લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યાં છે
સાથે જ પ્રતાપ દૂધાતે ભગવાન રામને વિનંતી કરતા લખ્યું છે કે, હવે જો કોઈ બચાવી શકે તો ભગવાન શ્રી રામ તમે એક જ અમારા યુવાનોને બચાવી શકો છે. ત્યારે આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી વિનંતી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપરલીક કરવાના કેસમાં 17 જેટલા આરોપીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીઓના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પોલીસ તપાસ ચાલી રહી છે. જેમાં ગુજરાતના એજ્યુકેશનલ ક્લાસીસ અને એજન્સીઓ સાથે સંકળાયેલા શખ્સો દ્વારા કારસ્તાનને પાર પાડવામાં આવે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી અને આરોપીઓને રંગે હાથ ઝડપી લેવાયા હતા. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા ફરી ક્યારે યોજાશે તેની તારીખ આગામી 100 દિવસમાં જાહેર કરવાનું પણ મંડળના અધ્યક્ષ સંદિપ કુમારે જાહેરાત કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








