Friday, April 17, 2026
HomeInternationalપાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, નમાજ઼ દરમિયાન વિસ્ફોટ થતા અનેકના મોત થયાની આશંકા

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, નમાજ઼ દરમિયાન વિસ્ફોટ થતા અનેકના મોત થયાની આશંકા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Pakistan Mosque Blast Updates:પાકિસ્તાનમાં નમાજ઼ દરમિયાન બ્લાસ્ટની ઘટનાને પગલે હચમચી ઉઠ્યું છે. પેશાવરની (Peshawar) એક મસ્જિદમાં સોમવારે (30 જાન્યુઆરી) બપોરે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં (Blast in Mosque) જોહરની નમાજ઼ દરમિયાન વિસ્ફોટ થયો હતો. મસ્જિદમાં થયેલા બ્લાસ્ટને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ વિસ્ફોટમાં 28 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે અને મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા વ્યકત કરાઈ છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર ફિદાયીન હુમલાખોરે નમાજ઼ દરમિયાન દરમિયાન પોતાની સાથે રહેલા બોમ્બનો બ્લાસ્ટ કરી આતંક મચાવ્યો હતો. ફિદાયીન પ્રકારના હુમલામાં આતંકીએ પોતાની જાત બોમ્બ વડે ઉડાવી દઈ અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ભયંકર વિસ્ફોટ થા મસ્જિદની છત ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલાય લોકો ઘાયલ પણ થયા છે.

- Advertisement -
peshawar mosque blast News Updates
peshawar mosque blast News Updates

મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અનેક પોલીસકર્મીઓના પણ મોત થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અત્યારે કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. હાલ પાકિસ્તાન સેનાએ (Pakistan Army) વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો

વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કર્યા બાદ માત્ર એમ્બ્યુલન્સને જ આવવા દેવામાં આવી રહી છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મઘાતી બોમ્બર (Suicide Attacker) મસ્જિદમાં નમાજ઼ દરમિયાન આગળની હરોળમાં હાજર હતો અને પછી તેણે પોતાની જાતને ઉડાવી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં વિસ્ફોટ થયો તેની નજીક સેના યુનિટની ઓફિસ છે.

જોરદાર વિસ્ફોટના કારણે મસ્જિદનો એક ભાગ પડી ગયો હતો

રિપોર્ટ અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. વિસ્ફોટનો અવાજ લગભગ 2 કિમી દૂર સુધી સંભળાયો હતો. પેશાવર પોલીસ લાઈન્સમાં (Peshawar Police Lines) હાજર લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ આકાશમાં ધૂળ અને ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલ (LRC)ના પ્રવક્તા મોહમ્મદ આસિમે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular