નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સામાન્ય રીતે કોર્ટની અવમાનના (Contempt of Court) મુદ્દે મતમતાંતરો જોવા મળતા હોય છે. કોઈ વ્યક્તિ જ્યારે કોર્ટના કોઈ નિર્ણયને લઈ ટીપ્પણી કરે છે અને કોર્ટના નિર્ણયને અયોગ્ય ગણાવે છે, ત્યારે કોર્ટ પર ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કોર્ટની અવમાનના કરવાની ફરિયાદ નોંધાય છે અને કોર્ટ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ન્યાયાધીશના નિર્ણયની વ્યક્તિગત રીતે ટીકા કરે છે ત્યારે પણ ન્યાયાધીશની વ્યક્તિગત ટિપ્પણી કરનાર સામે કોર્ટની અવમાનના કરી છે તે પ્રકારે જોવામાં આવે છે. ત્યારે સર્વોચ્ચ અદાલતના (Supreme Court) મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે (CJI Chandrachud) કોર્ટની અવમાનના મુદ્દે સ્પષ્ટતા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, એક ઈન્ટરવ્યૂ દરમિયાન કોર્ટની અવમાનના એટલે કે તિરસ્કાર મુદ્દે વાત કરતાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું કે, કોર્ટની તિરસ્કારનો નિયમ ન્યાયાધીશને ટીકાથી બચાવવાનો નથી. પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપને રોકવાનો છે. વધુમાં CJI ચંદ્રચૂડે કોર્ટના તિરસ્કાર અંગેના કાયદાને સમજાવતા કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોર્ટના નિર્ણયનું અપમાન કરે છે અથવા તેના વિષે ખોટું બોલે છે ત્યારે તેને કોર્ટનું અપમાન ગણવામાં આવશે. તેમજ કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કરવો તે પણ કોર્ટનો તિરસ્કાર ગણાશે. કોર્ટના આદેશનું પાલન કરવાની અનિચ્છા પણ કોર્ટનો તિરસ્કાર કે અપમાન ગણાશે. પણ ડી. વાય. ચંદ્રચૂડે એ બાબત સ્પષ્ટ કરી કે, કોઈ વ્યક્તિ ન્યાયાધીશ વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે તો તે કોર્ટની અવમાનનાનો કેસ બનતો નથી.
આ સાથે જ CJI ચંદ્રચૂડે કહ્યું કે, હું સ્પષ્ટપણે માનું છુ કે, ન્યાયાધીશને ટીકાથી બચાવવા માટે તિરસ્કારના નિયમનો ઉપયોગ કરી શકાતો નથી. અદાલતો અને ન્યાયાધીશોએ કામ અને નિર્ણયો દ્વારા તેમની પ્રતિષ્ઠા ઉભી કરવી જોઈએ. આ તિરસ્કારના નિયમ દ્વારા સ્થાપિત કરી શકાતું નથી. ન્યાયાધીશોની પ્રતિષ્ઠા તેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયો અને કાર્ય દ્વારા નક્કી થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, અદાલતોએ મીડિયા અને નાગરિકો સાથે વાતચીત જાળવી રાખવી જોઈએ.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796