નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં રોજર રોજ હત્યા, લૂંટ, ચરસ ગાંજાની હેરાફેરી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાય છે. એમાં પણ જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહી છે, ત્યારે ગુનાઓનું પ્રમાણ અકલ્પનીય રીતે વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પણ ગુનાઓ આચરવા માટેનું એક માધ્યમ બની રહ્યું છે. લોકો સાથે લાખો કરોડોની છેતરપીંડી પણ થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં (Ahmedabad) છ વર્ષના એક બાળકના ફોટાને ડાર્ક વેબમા અપલોડ કરીને વેચી મારવાની ધમકીની ફરિયાદ સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એક વેપારીને મુંબઈથી એક વ્યક્તિએ ખંડણી માગી છે. ખંડણી માગવાની રીત પણ એવી વિચિત્ર છે કે, કોઈ પણ વ્યક્તિ આ બાબતથી ચોંકી જાય. મુંબઈના એક વ્યક્તિને અમદાવાદના વેપારી સાથે કોઈ જૂની અદાવત ચાલી રહી છે. જૂની અદાવતને લઈ મુંબઈના આ વ્યક્તિએ વેપારી પાસે 5 લાખ ડોલરની ખંડણી માગી છે. જો વેપારી 5 લાખ ડોલર નહીં આપે તો વેપારીના 6 વર્ષના દીકરાના ફોટાને ડાર્ક વેબમા અપલોડ કરીને વેચી મારવાની પણ ધમકી આપવામાં આવી છે. ત્યારે વેપારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં મુંબઈના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાંચે પણ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખની છે કે, થોડા સમય અગાઉ સુરતમાં ટ્યુશનથી પરત ફરી રહેલા બાળકનું અપહરણ કરીને 15 લાખ રૂપિયાની ખંડણી માગવાની વાત સામે આવી હતી. બાળકનો પરિવાર 15 લાખ રૂપિયાની ખંડણી આપી ન શકતા અપહરણકર્તાઓએ બાળકની હત્યા કરી નાખી હતી. જેમાથી એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને હજુ પણ બાકીના આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી ચાલુ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796