Saturday, May 23, 2026
HomeGujaratVadodaraVadodara : વડોદરાના ડેસરમાં ગેરકાયદે ખનન દરમિયાન ભેખડ ધસી પડતા બેના મોત,...

Vadodara : વડોદરાના ડેસરમાં ગેરકાયદે ખનન દરમિયાન ભેખડ ધસી પડતા બેના મોત, ખનન માફિયાઓ ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : તંત્રની રહેમનજર હેઠળ વડોદરામાં વર્ષોથી ગેરકાયદેસર ખનન થતું આવ્યું છે અને થઈ રહ્યું છે. સરકારી બાબુઓ આર્થિક લાભ માટે ખનન માફિયાઓના ગુલામ બની ગયા છે. વડોદરાના ડેસરમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન દરમિયાન બે લોકો ભેખડ નીચે દટાઈને મૃત્યુ (Two killed during illegal mining in Desar Vadodara) પામ્યા છે. આ ઘટના બનતા ખનન માફિયાઓ પોલીસ તેમજ તંત્ર સાથે ગોઠવણ કરવાના પ્રયાસની સાથે સાથે સ્થળ છોડી દીધું છે.

ગત મોડી રાત્રે ડેસર તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માટીની ભેખડ અચાનક ધસી પડતાં હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર સહિત બે કામદારો માટી નીચે દટાઈ જતાં તેમના મોત નિપજ્યા છે. આ અકસ્માત બાદ ખનન સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. જે સ્થળે ઘટના બની છે ત્યાં વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનનની કામગીરી કરવામાં આવી રહી હતી. ડેસર પોલીસ (Desar Police) દ્વારા બંને મૃતદેહને ડેસર સિવિલ હોસ્પિટલ (CHC) ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular