નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આગામી 2024ની લોકસભાની ચૂંટણી અને આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) દ્વારા CWC (Congress Working Committee)ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 39 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં તેમના જ પ્રતિસ્પર્ધી રહી ચૂકેલા શશિ થરૂરનો પણ CWCની નવી ટીમમાં સમાવેશ કર્યો છે. સાથે જ આ નવી વર્કિંગ કમિટીમાં ગાંધી પરિવારના ત્રણેય ચહેરાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, અધીર રંજન ચૌધરી, સચિન પાયલોટ, અંબિકા સોની, મિરા કુમાર અને દિગ્વિજય સિંહનું પણ નામ આ ટીમમાં છે.
ગઈ કાલે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને CWCની નવી યાદી જાહેર કરી હતી. નવી CWCની યાદીમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ગાંધી પરિવારના ત્રણ સભ્યો સોનિયા ગાંઘી, રાહુલ ગાંઘી અને પ્રિયંકા વાડ્રા, પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ, લોકસભાના સાંસદ શશિ થરૂર, રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ, અધીર રંજન ચૌધરી, અને સચિન પાયલોટ જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થયો છે. આ સમિતિમાં કુલ 84 નામ છે. તેમાં CWC સભ્યો, કાયમી આમંત્રિતો, મહાસચિવો, વિશેષ આમંત્રિતો અને પ્રભારીઓનાં નામ સામેલ છે. તેમજ યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.



અહેવાલ સહાભાર: તોફિક ઘાંચી
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








