Wednesday, December 11, 2024
HomeGujaratSuratહૈયુ કંપાવતો ચકચારી કિસ્સો, નવજાત બાળકના મૃતદેહનું ધડ મળી આવ્યું

હૈયુ કંપાવતો ચકચારી કિસ્સો, નવજાત બાળકના મૃતદેહનું ધડ મળી આવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: અવાર-નવાર નવજાત બાળક અથવા નવજાત બાળકના મૃતદેહ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતના (Surat) રાંદેરથી વધુ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, જે વાંચી કે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય. રાંદેરના કોઝવેથી એક નવજાત બાળકના મૃતદેહનું માત્ર ધડ મળી આવતા ભારે ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સુરતના રાંદેરની છે કે, જ્યાં ગત શનિવારના રોજ સાંજના સમયે કોઝવે નજીકના પાળા કરિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. હૈયું કંપાવતી ઘટના એ છે કે, આ બાળકનો મૃતદેહનો કમરથી પગ સુધીનો ભાગ ગાયબ હતો. કોહવાયેલી હાલતમાં માત્ર ધડ જ મળી આવતાં હડકંપ મચ્યો છે.

- Advertisement -

આ ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ (Rander Police) ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે પોલીસ પણ ખૂદ આ દૃશ્ય જોઈને અચંબામાં પડી હતી. કારણ કે માત્ર બાળકનું ધડ મળ્યું હોવાથી એ જાણવું મુશ્કેલ છે કે, આ મૃતદેહ બાળકનો છે કે બાળકીનો. જો કે પોલીસે બાળકના મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો હતો. દરમ્યાન ફોરેન્સિક વિભાગ દ્વારા તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બાળકના શરીરને કમરમાંથી કાપી નાંખવામાં આવ્યો હોય શકે છે. જો કે આ મૃતદેહ બાળકનો છે કે બાળકીનો તેની સ્પષ્ટતા DNA રિપોર્ટ બાદ જ થશે તેમ ડૉક્ટરોએ જણાવ્યું છે.

મહત્વનું છે કે, પોલીસને બાળકનો મૃતદેહ જ્યાંથી મળી આવ્યો હતો તે વિસ્તારના આસપાસના CCTV ફુટેજ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે બાળકને ત્યજી દેવા અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular