Tuesday, March 17, 2026
HomeGujaratબનાસકાંઠામાં કોંગ્રેસ અને પોલીસ આવી સામ-સામે, કલેક્ટર ઓફિસથી ગેનીબેન ઠાકોરે ભરી હુંકાર

બનાસકાંઠામાં કોંગ્રેસ અને પોલીસ આવી સામ-સામે, કલેક્ટર ઓફિસથી ગેનીબેન ઠાકોરે ભરી હુંકાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha News : બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા (Banaskantha SP) અને કોંગ્રેસ (Congress) આમને સામને આવ્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા અને કોંગ્રેસ વચ્ચે એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસના કિશાન સેલ પ્રમુખ ઠકારશી રબારી સામે પોલીસે પાસાની કાર્યવાહી કરતા કોંગ્રેસે વાંધો વ્યક્ત કર્યો છે. પોલીસે વિપક્ષને દબાણમાં લાવવા કાર્યવાહી કરી હોવાના આરોપ કર્યા છે. જેને લઈ બનાસકાંઠામાં એક તરફ કોંગ્રેસના નેતાઓ અને બીજી તરફ જિલ્લા પોલીસ વડા સામે-સામે આવી ગયા છે. જેને લઈ વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. આજે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા સમ્રગ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના કિશાન સેલ પ્રમુખ ઠકારશી રબારી પર રાજકીય કિન્નાખોરી રાખી 2017માં પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા હતા. 2022માં પણ પહેલાનો ખાર રાખી દારૂનો ખોટો કેસ કર્યો છે. જેમાં ઠકારશી ભાઈને કોઈ લેવો દેવો નથી અને 2017નો દારૂનો કેસ ફરી રિઓપન કર્યો છે. આ તમામ કેસમાં તેમને જામીન મળી ગયા છે, છતાં પોલીસે તેમની ખોટી રીતે અટકાયત કરી છે અને તેમની સામે ખોટી રીતે પાસાની કાર્યવાહી કરી હોવાની વાત કહી છે. તેમજ SP સામે આક્ષેપ કરતા કહ્યું છે કે, તેમના માનીતાઓને જિલ્લામાં વહીવટ કરવા માટે રાખવા LCB જેવા સ્ટાફમાં રાખવામાં આવ્યા છે. બુટલેગરમાં પણ કયા બુટલેગરને દારૂ લાવવા દેવો એ જિલ્લા પોલીસ વડા અને તેમનો સ્ટાફ નક્કી કરે છે. તેમણે ચિમકી ઉચ્ચારતા કહ્યું છે કે, કોઈ નિર્દોષને ખોટા કેસમાં ફસાવી હેરાન કરવામાં આવશે, તો આગામી દિવસોમાં કોંગ્રેસના આગેવાનો થરાદમાં જાહેર સભા કરી ગાંધી ચિંદ્યા માર્ગે જેલ ભરો આંદોલન કરીશું. પોલીસ દ્વારા ખોટી કાર્યવાહી કરાતી હોવાને લઈ બનાસકાંઠા કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisement -

બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઠકરશી રબારી સામે 2005થી લઈ અત્યાર સુધી અલગ-અલગ 5 જેટલી ફરિયાદો થયેલી છે. જેમાં પાંચમી ફરિયાદ માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દરેક આરોપી જેની સામે પ્રોહિબિશનના ગુના હોય તેની સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ ગુનામાં પણ ઠકરસી રબારી સામે પ્રોહિબિશનનો ગુનો હોવાથી પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે નિષ્પક્ષ કામગીરી કરી રહી હોવાની વાત કહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular