Friday, June 5, 2026
HomeGujaratSuratસુરતમાં ઢોરપાર્ટીના જાપ્તામાંથી ઢોર માલિકો પશુઓ છોડાવી લઈ ગયા

સુરતમાં ઢોરપાર્ટીના જાપ્તામાંથી ઢોર માલિકો પશુઓ છોડાવી લઈ ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. જાણે કે રસ્તાઓ પર રખડતા ઢોર યમરાજ બનીને ફરી રહ્યા હોય તેવી રીતે લોકોને મોતને ભેટી રહ્યા છે. રખડતા ઢોરની કામગીરી સામે અવાર-નવાર હાઈકોર્ટ (High Court) દ્વારા કોર્પોરેશન્સનો ઉધડો લેવામાં આવે છે અને જમીન પર નક્કર કાર્યવાહી કરવામાં આવે તે માટે ટકોર પણ કરવામાં આવતી હોય છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા પણ શહેરોમાં રખડતા ઢોરને પકડવા જતા ઢોર માલિકોની દાદાગીરી અને ઘર્ષણના દૃશ્યો જોવા મળતા હોય છે. ત્યારે વધુ એકવાર સુરતમાં (Surat) ઢોર પાર્ટીએ રખડતા ઢોર (Stray Cattle) પકડતા ઢોર માલિકોએ દોરડા કાપી છોડાવીને લઈ ગયા. તેમજ ઢોર પાર્ટીના કર્મચારી સાથે માથકૂટ પણ કરી હતી. ઘણી વખત આ પ્રકારના કિસ્સા બનતા હોય છે કે, જ્યારે ઢોરપાર્ટી કામગીરી કરતી હોય ત્યારે ઢોર માલિકો અડચણરૂપ બની હુમલો કરતાં હોય છે.

મળતી માહિતી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં રખડતા ઢોર ફરી રહ્યા હોવાની ફરિયાદ કોર્પોરેશનના ઢોરપાર્ટી વિભાગને મળી હતી. જે માહિતીના અધારે ઢોર પાર્ટીની ટીમ બપોરના સમયે ડિંડોલી વિસ્તારના ઉમિયા ચોક ખાતે પહોંચી હતી. જ્યાં કેટલાક ઢોર જાહેર રસ્તા પર રખડી રહ્યા હતા. તે દરમિયાન ઢોરપાર્ટીના કર્મચારીઓએ રખડતા ઢોરોને પકડી ડબ્બામાં પૂરી રહ્યા હતા, ત્યારે આ બાબતની જાણ ઢોર માલિકોને થતાં તેઓ તાત્કાલિક ઉમિયા ચોક પાસે પહોંચ્યા હતા અને ઢોરપાર્ટીના કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. જેમાંથી એક ઢોર માલિકે તેની પાસે રહેલા હથિયાર વડે ઢોરની દોરી કાપી ભગાડી લઈ ગયા હતા. જ્યારે બીજી તરફ આ ઘટનાથી ઢોર પાર્ટીના કર્મચારી પણ ગભરાઈ ગયા હતા. આ મામલે ઢોરપાર્ટીના કર્મચારીએ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

ગુજરાતના શહેર હોય કે ગામડા રખડતા ઢોરના કારણે દિન પ્રતિદિન મોતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રખડતા ઢોરને પકડાવા ગયેલી ઢોરપાર્ટીની ટીમ ઉપર હુમલો કરવાને લઈ કાયદો પણ બનાવામાં આવ્યો છે. છતાં પણ ઢોર માલિકો ઢોરપાર્ટી પર હુમલો કરી પશુ છોડાવામાં અચકાતા નથી. જાણે કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તેમજ અવાર-નવાર ઢોર પાર્ટી પર થઈ રહેલા હુમલાના કારણે તેમની સુરક્ષાના પણ સવાલો ઉઠ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular