નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઈડીનું સમન્સ આવ્યું અને જ્યારે આજે હાજરી આપવા રાહુલ ગાંધી પહોંચ્યા ત્યારે અમદાવાદ સહિત દેશ ભરમાં કોંગ્રેસ દ્વારા ઈડી (એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ)ની કાર્યવાહી પર નારાજગી દર્શાવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેવું બધે થયું તેવું અમદાવાદમાં પણ થયું છે, કોંગ્રેસે આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટિ કન્વેન્શન હોલ ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યાંથી ઈડી તરફ કોંગ્રેસે કૂચ શરૂ કરી પરંતુ તે પહેલા જ પોલીસ સાથે ઘર્ષણ શરૂ થયું હતું અને જીએમડીસીના ગેટ બંધ કરી અટકાયત કરી લીધી હતી.
કોંગ્રેસની ED તરફ કૂચઃ પોલીસ અને નેતા-કાર્યકરો વચ્ચે ચકમક, પોલીસના વાહનો ભરાઈ ગયા #Ahmedabad #gmdc #incgujarat #gujaratcongress @RahulGandhi @INCGujarat pic.twitter.com/tNup3etyDy
— Navajivan News (@NavajivanNews) June 13, 2022

હોલ નેતાઓ-કાર્યકરોથી ખીચોખીચ ભરાઈ ગયો અને ગેટ બંધ થયા પછી જોરદાર ચકમક શરૂ થઈ. અહીં કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા. જેને કારણે પોલીસના વાહનો પણ ખીચોખીચ ભરાઈ ગયા હતા. કોંગ્રેસના કાર્યકરો આ હોલથી અમદાવાદના મેમનગર સ્થિત આવેલી ઈડીની કચેરી પર જઈ પ્રદર્શન કરવા માગતા હતા. આ કારણે હેલમેટ સર્કલ પર ભારે ચકમક થઈ હતી. પોલીસે કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતનાઓને ટીંગાટોળી કરીને અટકાયતમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અધિકારીઓને જોઈ લઈશું.

અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે ગુજરાત કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું તે દરમિયાન ગુજરાત કોંગ્રેસનાં MLA અને ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ જેનીબેન ઠુંમરના પિતા વીરજી ઠુંમર અચાનક બેભાન ઠગાઇ ગયા હતા. વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આજીજી બાદ વીરજી ઠુંમરને સારવાર માટે તાત્કાલિક પોલીસની ગાડીમાં જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
દરમિયાનમાં પરેશ ધાનાણીએ કહ્યું કે, દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું મહત્વનું યોગદાન હતું, આ બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નખાઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગ્દીશ ઠાકોરે દરમિયાન કહ્યું કે, તેઓ અહિંસક વિરોધ નોંધાવી રહ્યા છે, પણ જો પરવાનગી આપવામાં નહીં આવે તો પણ ભાજપ સામે પરવાનગી વગર વિરોધ કરશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











