Friday, June 5, 2026
HomeGujaratSuratTRB જવાન સાથે ગેરવર્તણૂક માટે MLA કુમાર કાનાણી સામે ટ્રાફિક DPCને કરવામાં...

TRB જવાન સાથે ગેરવર્તણૂક માટે MLA કુમાર કાનાણી સામે ટ્રાફિક DPCને કરવામાં આવી અરજી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) સામે સુરત ટ્રાફિક DCP અરજી કરવામાં આવી છે. તેમજ ધારાસભ્ય સામે કાર્યવાહીની માગ કરાઈ છે. જેને લઈ સુરતનું રાજકારણ ગરમાયુ છે. થોડા દિવસ પહેલા કુમાર કાનાણીનો TRB જવાનનને જાહેરમાં ખખડાવતો હોવાનો વિડિયો સોશિયલ મિડિયા વાયરલ (Video Viral) થયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, તેઓ જાહેરમાં TRB જવાનને ઝાપટ મારવાની પણ વાત કરી રહ્યા હતા. આ વાતને લઈને હવે TRB જવાને ટ્રાફિક DCPને ધારાસભ્ય કુમાર કાનાણી સામે અરજી કરી કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો : સુરતમાં મોબાઈલમાં મશગૂલ TRB જવાન પર ધારાસભ્ય કુમાર કાનાણી જબરદસ્ત વરસ્યા

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મીની બજાર પાસેથી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાની પત્ની સાથે સવારના સમયે રસ્તા પરથી નીકળી રહ્યા હતા. તે દરમિયાન રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે ફરજ પર કોઈ પોલીસ કે TRB જવાન હજાર ન હતા. તેમજ રોડની સાઈડમાં એક TRB સ્કૂટર પર બેસીને ફોન ચલાવી રહ્યો હતો. જે દૃશ્ય જોતા ધારાસભ્ય બરાબરના અકળાયા હતા અને TRB જવાનનો જાહેરમાં જ ઉધડો લઈ લીધો હતો. જે બાબતે ટ્રાફિક DCP ખાતે અરજી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ TRB જવાસ સાથે ગેરવર્તૂણંક કરી અને લાફો મારવાની ધમકી આપી હતી. તેમજ આ અરજીમાં ધારાસભ્ય સ્કૂટર ચલાવતા સમય હેલ્મેટ પણ ન પહેર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ આ અરજીમાં ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા પણ માગ કરવામાં આવી છે.

બીજી તરફ આ ઘટનાને લઈ કુમાર કાનાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમા તેમણે કહ્યું છે કે, ટ્રાફિક નિમયન બાબતે TRB જવાનને કહ્યું હતું. મેં કોઈને ધમકાવ્યા નથી. તેમજ પોલીસની કાર્યવાહીમાં પણ સાથ સહકાર આપવા માટે વાત કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular