Friday, June 5, 2026
HomeGujaratSuratસુરતમાં મોબાઈલમાં મશગૂલ TRB જવાન પર ધારાસભ્ય કુમાર કાનાણી જબરદસ્ત વરસ્યા

સુરતમાં મોબાઈલમાં મશગૂલ TRB જવાન પર ધારાસભ્ય કુમાર કાનાણી જબરદસ્ત વરસ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: પોતાના નિવેદનને અને પોતાની સરકાર સામે પ્રશ્રોને લઈ આક્રમક રીતે રજૂઆત કરતા સુરતના (Surat) બેબાક ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) સતત કોઈને કોઈ નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે. પ્રજાના પ્રશ્નોને લઈ પોતાની સરકાર સામે પડવામાં પણ તેઓ ખચકાતા નથી. ત્યારે આજે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ધારાસભ્ય જાહેરમાં TRB જવાનને ખખડાવતા જોવા મળી રહ્યા છે. આજે તેઓ પોતાની પત્ની સાથે જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તા પર ભારે ટ્રાફિક જામ દેખાતા તેમજ ફરજ પર કોઈ TRB જવાન હાજર ન રહેતા તેઓ રોષે ભરાયા હતા.

ધારાસભ્ય કુમાર કાનાણી આજે સવારે તેમની પત્ની સાથે એકટિવા પર મીની બજાર પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન સવારના સમયમાં ટ્રાફિક જામ થઈ રહ્યો હતો. તેમજ ફરજ પર એક પણ TRB જવાન ટ્રાફિક નિયંત્રણ કરવામાં હાજર હતો નહીં. ત્યારે તેમણે આજુબાજુ જોતા એક TRB જવાન બાઈક પર બેસી મોબાઈલમાં વ્યસ્ત હતો. જેનાથી તેઓ ખૂબ જ ઉશ્કેરાયા હતા. તેમજ ત્યાં હાજર લોકોએ પણ ટ્રાફિકના પગલે TRB જવાનનું ધ્યાન દોર્યું હતું. ત્યાર બાદ કુમાર કાનાણી અચાનક TRB જવાના પાસે આવ્યા જાહેરમાં જ ખખડાવી નાખ્યો હતો.

- Advertisement -

કુમાર કાનાણીએ TRB જવાન પાસે જઈ પૂછ્યું કે, અહીયા ઉભા કેમ નથી રહેતો? ત્યારે સામે TRB જવાને દલીલ કરતા ધારાસભ્યનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો અને કહ્યું કે, તને બેસવાનો પગાર આપીએ છીએ. ત્યાં ઉભા રહીને મોબાઈલમાં શું કરે છે. તને આનો પગાર આપીએ છીએ. જ્યારે સામે પક્ષે TRB જવાને કહ્યું કે, કામ ન હતું એટલે બેઠો હતો. ત્યારે ધારાસભ્ય બોલ્યા કે કામ હોય કે ન હોય નોકરી કર અને અહિયાં ઊભો રહીને ટ્રાફીકનું નિયમન કર. હાલ ઘટનાને લઈ ધારાસભ્યના આ આક્રમક વલણનો લોકોએ વિડીયો લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તેમના વિસ્તારમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ અવાર-નવાર શહેર પોલીસ કમિશનર સુધી ફરિયાદ કરતા હોય છે. આજે તેઓ સવારે વિસ્તારમાંથી જઈ રહ્યા હતા. ત્યારે ટ્રાફિક વિભાગની નિષ્ક્રિતા જોતા સવાલો ઉઠાવ્યા હતા અને TRB જવાન પર વરસી પડ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular