નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનિનું અચાનક ખેંચ ઉપડતા તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અચાનક જ વિદ્યાર્થિનિનું મોત નિપજતા ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચી ગયો હતો. વિદ્યાર્થિનિના મોત બાદ તેણીના વાલીએ શાળાના તંત્ર પર આરોપ પણ કર્યા હતા.
મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રીયાને વિદ્યાર્થીનીને પ્રાર્થનાસભા બાદ અચાનક જ ખેંચ આવી હતી અને છાતીમાં દુઃખાવો ઉઠ્યો હતો. બાળકીને શાળા દ્વારા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતાી. જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનિનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીનિના મૃત્યુ મામલે તેણીના માતાએ વલોપાત કરતા શાળાના તંત્ર પર આક્ષેપ કર્યા હતા. જેમાં શાળાના યુનિફોર્મ તેમજ ફરજિયાત શાળાના જ સ્વેટર પહેરવાના નિયમ પર સવાલ પેદા કર્યા હતા.
મૃતક વિદ્યાર્થીનિની માતાએ આરોપ કર્યો હતો કે, કડકડતી ઠંડીમાં શાળાના બાળકો માટે મોડી શાળા શરૂ કરવી જોઈએ. સાથે જ તેમણે સ્કૂલના સ્વેટરને બદલે વધારે ગરમ કપડા પહેરવા દેવા જોઈએ જેથી આવી ઘટના ન બને. પણ શાળાઓ ફરજિયાત પણે બાળકોને તેમના જ સ્વેટર પહેરવા દબાણ કરતા હોય છે. જેના કારણે ઠંડીમાં બાળકોના સ્વસ્થને વિપરીત અસર થાય છે અને મારે મારી દિકરી ખોવાનો વખત આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796