નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Weather Forecast : સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch) સહિત રાજ્યમાં કેટલાક સ્થળો પર ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે માવઠું વરસે (Unseasonal Rain) તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં (Bhavnagar) સૌથી વધારે 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે અમરેલી, રાજૂલા જાફરાબાદ, પાટણ અને ખેડામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને માવઠું વરસી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે સાથે જ વેપારીઓને પણ માર્કેટિંગ યાર્ડમાં ખરીદેલો માલ પલળી જતા નુકશાન પહોંચ્યું છે. એવામાં રાજ્યના હવામાન વિભાગે વધુ 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી સંભાવના જણાવાઈ છે. જ્યારે પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ ખેડૂતો માવઠાના ત્રીજા રાઉન્ડના કારણે ખુબ ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એખ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે તારીખ 29 માર્ચના રોજથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવો સંજોગ પેદા થયો છે. આ માહોલ સતત 5 દિવસ સુધી રહી શકે છે. ટૂંકમાં કહીએ 2 એપ્રિલ સુધી કમોસમી વરસાદનું જોખમ રહી શકે છે.
TAG: Gujarat Weather Today, Gujarat weather forecast, માવઠાની આગાહી
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








