નવજીવન ન્યૂઝ. બિલાસપુર: murder in Bilaspur: છત્તિસગઢના (Chhattisgarh) બિલાસપુરમાં (Bilaspur) એક મહિલાનો મૃતદેહ પાણીની પ્લાસ્ટિક ટેન્કમાંથી મળી આવી છે. 6 ટુકડામાં મળેલો મહિલાનો મૃત પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે મૃતક મહિલાના પતિની ધરપકડ કરી સકરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર છત્તિસગઢના ઉસલાપુરની આ ઘટના છે. જેમાં પાડોશીઓને દુર્ગંધ આવતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને હત્યા કરી છ ટુકડા કરી ટાંકીમાં મુકી દેવાયો હતો. આ માલમે પોલીસે તપાસ કરતા આરોપી મૃતક મહિલાનો પતિ જ નિકળતા પોલીસે તેની ધરપકડ કરી છે. હાલ સુધી માહિતી મળી રહી છે મહિલાની હત્યા પતિ પવનસિંહ ઠાકુરે આડાસબંધની આશંકાના કારણે કરી હતી.
પોલીસે મહિલાના મૃતદેહને કબ્જે લઈ પી.એમ. માટે ખસેડ્યો હતો અને તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી તખતપુરનો રહેવાસી છે. જેણે અલગ જાતિની મહિલા સીતા સાહૂ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બાદમાં દંપતિ ઉસલાપુરમાં ભાડેથી મકાન રાખી રહેવા આવી ગયું હતું. આરોપીએ મહિલાની હત્યા કરી તેના છ ટુકડા કરી નાખ્યા હતા અને બાદમાં ટાંકીમાં પ્લાસ્ટિક લપેટી ટુકડા ટાંકીમાં નાખી દીધા હતા. આરોપીએ મૃતદેહના ટુકડાને સેલો ટેપ લગાવી ટાંકીમાં નાખી બાદમાં ટાંકી સરખી રીતે બંધ કરી દીધી હતી.
આ મામલો ઘટનાના દિવસો બાદ ત્યારે સામે આવ્યો જ્યારે ટાંકીમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. તીવ્ર દુર્ગંધ આસપાસ રહેતા પાડોશીઓને સતાવવા લાગતા તેમને કંઈક અજૂગતું થયું હોવાની શંકા ગઈ હતી અને બાદમાં તેમણે પોલીસે આ બાબતે જાણ કરી હતી. હાલ હત્યાનું કારણ અને ક્યારે હત્યા થઈ તે બાબતોને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હોવાના અહેવાલ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








