Saturday, April 20, 2024
HomeBusinessહવે પછી કોપર ભાવમાં જે કંઈ સુધારો આવશે તે સકારાત્મક હશે

હવે પછી કોપર ભાવમાં જે કંઈ સુધારો આવશે તે સકારાત્મક હશે

- Advertisement -

અમેરીકામાં રજીસ્ટર્ડ થયેલા એલએમઇ ગોદામોમાં રશિયન માલોની આવક પર પ્રતિબંધ મૂક્યો
ચીનની વપરાશી માંગ પછીના ક્રમે ૨૦૨૩માં ચીનનું ગ્રોથ એન્જિન ઇન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ હશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરીકામાં પુરવઠા અછ્ત ઓછી થવા સાથે ડોલર મજબૂત થયો અને વિશ્વના સૌથી મોટા કોપર (Copper) વપરાશકાર ચીનમાં (China) અપેક્ષા કરતાં ઉત્સાહપ્રેરક ઉત્પાદકીય પ્રવૃત્તિના આંકડા આવતા ગત સપ્તાહે તાંબાના ભાવ સારા એવા વધ્યા હતા. ગત બુધવારે એક તબક્કે એલએમઇ કોપર (LME Copper) ત્રૈમાસિક વાયદો ટન દીઠ ૯૦૪૧ ડોલરની ઊંચાઈએ ગયો હતો. અલબત્ત, સૌથી મોટા ગ્રાહક દેશ ચીનની માંગ નબળી રહેવાથી, ઓકટોબર ૨૦૨૨ પછી પહેલી વખત ફેબ્રુઆરીમાં માસિક ધોરણે ૨.૭ ટકા માસિક ઘટાડો દાખવતો હતો. સોમવારે લંડન મેટલ એક્સચેન્જ પર કોપર ૮૯૫૪ ડોલર અને યુએસ કોમેક્સ પર ૪.૦૭ ડોલર મુકાયો હતો.

શાંઘાઇ ફ્યુચર્સ એક્સચેન્જ પર એપ્રિલ વાયદો મામૂલી ઘટીને ટન દીઠ ૬૯,૮૨૦ (૧૦૧૨૦.૩૧ ડોલર) બંધ થયો હતો. સત્તાવાર ડેટા સૂચવે છે કે ચીનમાં મહામારીના વાયરા કાબુમાં આવી ગયા પછી, એપ્રિલ ૨૦૧૨ પછીથી માસિક ધોરણે ફેબ્રુઆરીમાં ગ્રાહકોના ખરીદી માટેના ઉત્સાહમાં ભારે વૃધ્ધિ થઈ હતી. દરમિયાન, વૈશ્વિક પુરવઠા ચિંતાઓ પણ ઓછી થઈ છે. પનામા સરકાર અને કેનેડીયન ફર્સ્ટ ક્વાંટમ વચ્ચે એક મોટી કોપર ખાણના સંચાલન માટેના કરારો સંદર્ભની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે.

- Advertisement -

કોપરમાં જે કઈ સુધારો જોવાયો તે મોટે ભાગે મંદિવાળા વેચાણ કાપીને નફો બુક કરવા આવવા સાથે કેટલાંક તેજીવાળા અને કાઠે બેઠેલા રોકાણકારોને આ ભાવ નીચા લાગતાં મહત્વના ટેકનિકલ લેવાલ બન્યા હતા. સાક્ષો બેન્કના કોમોડિટી સ્ટ્રેટેજીસ્ટ ઓલે હેંસ્ન કહે છે કે ભાવમાં જે કાઇ સુધારો આવ્યો છે તે અગત્યના ટેકનિકલ લેવલ વટાવી ગયા છે. પણ મારુ માનવું છે કે, હવે પછી ભાવમાં જે કઈ સુધારો આવશે તે સકારાત્મ્ક હશે. સપ્ટેમ્બર પછી પહેલી વખત ડોલરમાં માસિક વૃધ્ધિ જોવાઈ છે, અને વર્તમાન મહિનાનો આરંભ પણ મજબૂત ટોન થયો છે, જે આપણને અમેરિકન વ્યાજદર કેટલા ઊંચે જશે, તેનો લાંબાગાળાનો સીનારિયો દાખવે છે.

આનો અર્થ એ થાય કે આપણે ઘણા સમય સુધી બજારમાં નબળાઈ જોવાઈ પણ હવે સુધારો જોવા માટે કોપર સજ્જ થઈ રહ્યું છે. ગત સપ્તાહના સોમવારે તો એલએમઇ ભાવ સાત મહિનાની ઊંચાઈએ ૯૫૫૦.૫૦ ડોલર ટચ કરી ગયા હતા. ચીનમાં કોવિદ નિયંત્રણો હળવા થાવા સાથે જ માંગ નીકળતા જ, જાન્યુઆરીમાં તો તાંબામાં તેજીના નગારા વાગવા શરૂ થયા હતા.

ફેબ્રુઆરીમાં ચીનની તાંબાની માંગ થોડી નબળી જોવાઈ હતી, જેનો પ્રભાવ ઘણી વખત ભાવ પર જોવાયો હતો, પણ એનાલિસ્તો હવે માની રહ્યા છે કે માર્ચ આરંભથી ચીન સરકાર તેની નેશનલ પીપલ્સ કોન્ફરન્સમાં કેટલાક વધુ રાહતના પગલાં જાહેર કરશે, તેને પગલે અર્થતંત્ર વધુ મજબૂત થવા લાગશે. ચીનમાં કોપરની કેટલી આયાત થઈ શકશે તે દર્શાવતા યાંગશીન કોપર પ્રીમિયમ ૧ ફેબ્રુઆરી પછી પહેલી વખત ૨૬.૫ ડોલરની ઊંચાઈએ પહોચી ગયા છે.

- Advertisement -

અમેરિકાએ રશિયા પર યોજનાબધ્ધ રીતે આયાત નિયંત્રણો મૂક્યા હોવાથી એલએમઇએ ગત સપ્તાહે અમેરીકામાં રજીસ્ટર્ડ થયેલા પોતાના ગોદામોમાં થતી રશિયન માલોની આવક પર પ્રતિબંધ મૂક્યો હતો. આઈએનજી એક નોંધમાં કહ્યું હતું કે જગતની બીજા નંબરની સૌથી મોટી ઈકોનોમી ચીનનો આ વર્ષનો જીડીપી દર ૫.૫થી ૬ ટકા આસપાસ રહેવાની ધારણા, ૫ માર્ચે યોજાનાર વાર્ષિક પાર્લામેન્ટ મિટિંગમાં નિર્ધારિત કરવામાં આવે તેવી શક્યતા છે. આઈએનજી માને છે કે ચીનની વપરાશી માંગ પછીના ક્રમે ૨૦૨૩માં ચીનનું ગ્રોથ એન્જિન ઇન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ હશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular