Friday, December 1, 2023
HomeNationalસિદ્ધુ મુસેવાલાના પિતાનું પંજાબ પોલીસને અલ્ટીમેટમ, 25 નવેમ્બર સુધી ન્યાય નહીં મળે...

સિદ્ધુ મુસેવાલાના પિતાનું પંજાબ પોલીસને અલ્ટીમેટમ, 25 નવેમ્બર સુધી ન્યાય નહીં મળે તો દેશ છોડી દઈશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ચંદીગઢ: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાને લગભગ પાંચ મહિના પહેલા માણસાના જવાહરકે ગામ પાસે ગેંગસ્ટરોએ દ્વારા હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે પંજાબ પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે. તેમનો આરોપ છે કે પંજાબ પોલીસ તેમના પુત્રની હત્યા કેસમાં તેમને ન્યાય આપી રહી નથી. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે પંજાબ પોલીસને 25 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. બલકૌર સિંહે કહ્યું છે કે જો તેમને એક મહિનામાં ન્યાય નહીં મળે તો તેઓ પરિવાર સહિત દેશ છોડી દેશે. આ સાથે તેમણે પોતાના પુત્રની હત્યાની એફઆઈઆર પાછી ખેંચવાની પણ વાત કરી છે.

મુસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે તેમનો પુત્ર અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં રહેવાને બદલે પોતાના દેશમાં તેમના લોકો વચ્ચે રહેતો હતો, પરંતુ તેમના પુત્રની સફળતા પંજાબના ગુંડાઓથી સહન ન થઈ. તેને મારી નાખવાની યોજના શરૂ કરવામાં આવી હતી અને મે મહિનામાં તેના પર ધડાધડ ગોળીઓ મારીને હત્યા કરી દેવા આવી હતી. બલકૌર સિંહે કહ્યું કે જો 25 નવેમ્બર સુધીમાં ન્યાય નહીં મળે તો તેઓ પુત્રની હત્યાની એફઆઈઆર પાછી ખેંચી લેશે. હું પણ એ જ રસ્તે ચાલીશ જે મારા પુત્રે અપનાવ્યો હતો.

- Advertisement -

મુસેવાલાના પિતાએ કહ્યું કે, હવે સિદ્ધુની તરફેણ કરનારાઓને પણ સમન્સ મોકલી રહી છે. સિદ્ધુનો મોબાઈલ, પિસ્તોલ અને અન્ય વસ્તુઓ NIA પાસે જ છે, તમે ઈચ્છો તે રીતે તપાસો. મુસેવાલાને ગેંગસ્ટરો સાથે કોઈ સંબંધ નથી, પરંતુ એજન્સીઓ તેને ગેંગસ્ટરો સાથે જોડવા મક્કમ છે. તેમણે કહ્યું કે તેમનો પુત્ર વિદેશમાં એક શો માટે 1.25 કરોડ રૂપિયા લઈ રહ્યો છે. શા માટે તે થોડા પૈસા માટે ગુંડાઓ સાથે સંબંધ રાખશે? સીઆઈએ ઈન્ચાર્જ ગુંડાઓ સાથે પાર્ટીઓ કરી રહ્યા છે, પરંતુ સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે.

બલકૌર સિંહે કહ્યું કે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કલાકાર ખુલીને મુસેવાલાના પક્ષમાં નથી આવ્યો, જો કોઈ આવ્યું છે તો માત્ર બે છોકરીઓ અફસાના ખાન અને જેનીન જોહલ. NIA તેને સમન્સ મોકલીને પૂછપરછ કરી રહી છે. તેમણે કહ્યું કે NIA દ્વારા અફસાના અને જૈનીને આ રીતે સમન્સ આપવું ખોટું છે. NIAએ અત્યાર સુધી દિલ્હીમાં રહેતા લોરેન્સના ખાસ લોકોની પૂછપરછ પણ કરી નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular