નવજીવન ન્યૂઝ. ચાણસ્મા: Patan News: ગુજરાતીમાં એક કહેવત છે કે જર, જમીન અન જોરુ કજિયાના છોરું. ઘણી ઘટનાઓ સામે આવે છે, જ્યાં જમીન કે પાણીને લઈ હત્યા જેવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે ચાણસ્મામાં (Chanasma) ખેતીની જમીનમાં તાર ફેન્સીગ કરવા બાબતે બે પરિવારો વચ્ચે ઝગડો થયો અને ઝગડાનો અંત હત્યામાં પરિણમ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાણસ્મા તાલુકાના ટાકોડી ગામે અકબર નામના વ્યક્તિએ યુસુફ નામના ખેડૂતની જમીન પાસે થોડી જમીન ખરીદી હતી. અકબરે જમીન ખરીદી હતી તેનું સર્વે પણ કરવામાં આવ્યું હતું. યુસુફ અને અકબરે ખરીદેલી જમીન એક જ શેઢા પર હતી. જો કે જમીનની હદને લઈ અગાઉ પણ યુસુફ અને અકબર વચ્ચે બોલાચાલી થઈ હતી. એવામાં આજે પણ અકબર અને યુસુફ વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. જેથી અકબરના ભાઈ ઐયુબ ઝગડાને શાંત કરવા વચ્ચે પડ્યા હતા. જેથી યુસુફ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી વડે ઐયુબ પર પણ હુમલો કર્યો હતો.
યુસુફ અને તેમના પરિવારના લોકોએ પણ આબકાર અને ઐયુબ સાથે પાઈપ અને લાકડી વડે મારામારી કરતાં અકબર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકબરને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ ફરજ પરના તબીબે અકબરને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આરોપી ઐયુબ સામે હત્યા મુજબની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે (Patan Police) આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








