નવજીવન ન્યૂઝ. હળવદ: Halvad News: કોઈ જાહેર જગ્યાએ જ્યારે હુમલાની ઘટના સામે આવે ત્યારે તે સામાન્ય બાબત લાગે છે. પણ જ્યારે કોર્ટ પરિસર કે પછી કોર્ટ પરિસરની બહાર હુમલો કરવા જેવી ઘટના સામે આવે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થાય છે. ત્યારે હળવદ કોર્ટ (Halvad Court) પરિસર બહાર કેટલાક લોકોએ અંગત અદાવત રાખી બે યુવકો પર હુમલો કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના દેવરિયા ગામના બે વ્યક્તિઓ પ્રદ્યુમનસિંહ પરમાર અને પંકજસિંહ પરમારને હળવદ કોર્ટમાં કોઈ કેસને લઈ મુદત હતી. જેથી આ બંને વ્યક્તિઓ હળવદ કોર્ટમાં આવ્યા હતા. જ્યારે પ્રદ્યુમનસિંહ અને પંકજસિંહ મુદત ભરીને કોર્ટ બહાર નીકળી રહ્યા હતા, ત્યારે કોર્ટ પરિસરની બહાર તેમની પર હુમલો કરવામાં આવ્યા હતો. કારમાં આવેલા ત્રણ લોકોએ સૌ પહેલા પ્રદ્યુમનસિંહ અને પંકજસિંહની બાઈકને કાર વડે જોરદાર ટક્કર મારી મારી હતી. કારથી ટક્કર માર્યા બાદ આ લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે બંને યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો.
તીક્ષ્ણ હથિયાર વડે થયેલા હુમલાથી પંકજસિંહ અને પ્રદ્યુમનસિંહ ગંભીર રીતે ઘવાયા હતા. બંને ઈજાગ્રસ્તો જીવ બચાવવા કોર્ટમાં દોડી ગયા હતા. ઘટના બાબતે પોલીસને (Halvad Police) જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે હુમલો કરવા આવેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આરોપીઓ અને ઈજાગ્રસ્તો વચ્ચે કોઈ જૂની અદાવત ચાલી રહી હતી. જૂની અદાવતને લઈ હુમલો થયા હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








