Sunday, April 19, 2026
HomeNationalકિરુ હાઇડ્રો કેસમાં CBIએ સત્યપાલ મલિક અને અન્ય 6 લોકો સામે ચાર્જશીટ...

કિરુ હાઇડ્રો કેસમાં CBIએ સત્યપાલ મલિક અને અન્ય 6 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી, પૂર્વ ગવર્નર ICUમાં

- Advertisement -

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) એ ગુરૂવારે (22 મે) કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ મામલે જમ્મુ-કાશ્મીરીના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ માલિક અને પાંચ અન્ય સામે ચાર્જશીટ દાખલ કરી છે. કિરૂ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ મામલે સીબીઆઇએ ત્રણ વર્ષની તપાસ બાદ પોતાના નિષ્કર્ષ ખાસ અદાલતને સોંપ્યા છે. મામલામાં જમ્મુ-કાશ્મીરમાંના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ માલિક અને પાંચ અન્ય સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન માલિકે જણાવ્યું હતું કે તેઓ ગંભીર રીતે બીમાર છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, CBI આ મામલે ત્રણ વર્ષની તપાસ પછી પોતાના નિષ્કર્ષો એક વિશિષ્ટ અદાલતને સોંપ્યા છે. આ આરોપપત્ર આ વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ મલિકના ઘરે અને અન્ય સંપત્તિઓ પર સીબીઆઇએ દરોડા પછી તે દાખલ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં સત્યપાલ મલિક સિવાય ચેનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (CVPPPL) ના તત્કાલીન અધ્યક્ષ નવિન કુમાર ચૌધરી અધિકારી એમએસ બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા સહિત નિર્માણ ફર્મ પટેલ ઇજીનિયરિંગ લિમિટેડનું પણ નામ લેવામાં આવ્યું છે.

- Advertisement -

જણાવી દઈએ કે આ મામલો 2019માં જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં જળવિદ્યુત પ્રોજેક્ટના સિવિલ કાર્યો માટે એક ખાનગી કંપનીને 2200 કરોડ રૂપિયાનો ઠેકો વિતરણમાં કથિત ગરબડો સાથે સંબંધિત છે. 2022માં કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ કિસ્સામાં CBIની FIRમાં જણાવાયું છે કે આ મામલામાં જમ્મૂ-કાશ્મીર ACB અને વીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આગળ જણાવાયું છે કે, ‘આ અહેવાલોના અવલોકનથી જાણવા મળે છે કે કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ પેકેજના ઇ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સની 47મી બોર્ડ મીટિંગમાં, રિવર્સ ઓક્શન સાથે ઇ-ટેન્ડરિંગ દ્વારા ફરીથી ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જોકે, ચાલુ ટેન્ડર પ્રક્રિયા રદ કર્યા પછી પણ, તેનો અમલ કરવામાં આવ્યો ન હતો અને આખરે મેસર્સ પટેલ એન્જિનિયરિંગને ટેન્ડર આપવામાં આવ્યું હતું.’

આ પણ કહેવામાં આવ્યું છે કે, 4287 કરોડ રૂપિયાની અંદાજિત ખર્ચ સાથેનો પ્રોજેક્ટ ખોટા કાર્યના આરોપો અને સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી પ્રદાન કરવામાં નિષ્ફળતા બદલ બરબાદ થઇ ગયો. મામલાની ACB તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રોજેક્ટનું ટેન્ડર ચેનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સની 47મી બોર્ડ બેઠકમાં રદ કરવામાં આવ્યું હતું, પરંતુ 48મી બોર્ડ બેઠકમાં તેને ફરીથી લાવીને પટેલ ઈજનેરિંગને આપી દેવામાં આવ્યું.

- Advertisement -

વિડંબના એ છે કે, 23 ઓગસ્ટ, 2018 થી 30 ઓક્ટોબર, 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહેલા સત્ય પાલ મલિકે પોતે ઓક્ટોબર 2021 માં દાવો કર્યો હતો કે તેમને પ્રોજેક્ટ સંબંધિત બે ફાઇલો ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આમાંથી એક ફાઇલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંબંધિત હતી. ગયા વર્ષે CBIની શોધખોળ પછી તેમણે પોતાના સામે ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વચ્ચે મલિકે જણાવ્યું છે કે તેઓ ગંભીર રીતે બિમાર છે અને બુધવારે (21મે) તેમની કિડની ડાયાલિસિસ શરૂ થઈ છે. તેમના અંગત મેનેજર કે.એસ. રાણાએ એક મીડિયા સંસ્થા ધ વાયરને જણાવ્યું હતું કે, “સત્યપાલ મલિકને 11 મેના રોજ ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ પેશાબ અને ગેસની સમસ્યાથી પીડાય છે અને 14 મેના રોજ કરવામાં આવેલા કલ્ચર ટેસ્ટમાં પેશાબમાં ગંભીર ચેપ અને કિડની ખરાબની પુષ્ટિ થઈ હતી. ગઈકાલથી તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને તેમની કિડની બિલકુલ કામ કરી રહી નથી. તેઓ હાલમાં આઈસીયુમાં દાખલ છે અને બેભાન અવસ્થામાં તેમના જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.

અગાઉ, ફેબ્રુઆરીમાં દરોડા પછી, મલિકે કહ્યું હતું કે તે ખેડૂતનો પુત્ર છે અને દરોડાથી ડરશે નહીં.

- Advertisement -

તેમણે હિન્દીમાં પણ ટ્વિટ કર્યું, ‘મેં ભ્રષ્ટાચારના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ તેમની શોધખોળ કરવાને બદલે, CBIએ મારા ઘરે દરોડા પાડ્યા. મારા ઘરમાંથી તને મારા 4-5 કુર્તા-પાયજામા સિવાય કંઈ નહીં મળે. તાનાશાહ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને મને ડરાવવાની કોશિશ કરી રહ્યો છે. હું કિસાનનો પુત્ર છું, હું ડરીશ નહીં અને ઝુકીશ નહીં.

CBIએ જાન્યુઆરીમાં આ કેસના સંદર્ભમાં અન્ય પાંચ વ્યક્તિઓના પરિસરમાં પણ તપાસ કરી હતી. એવો આરોપ છે કે મલિકને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular