Thursday, April 16, 2026
HomeGujaratવડોદરામાં કોંગ્રેસને નડી ગયું એક 'શૌચાલય', ફોર્મ રદ થતાં ભાજપને બારોબાર બેઠક...

વડોદરામાં કોંગ્રેસને નડી ગયું એક ‘શૌચાલય’, ફોર્મ રદ થતાં ભાજપને બારોબાર બેઠક મળી ગઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : ગુજરાત કૉંગ્રેસના અનેક ઉમેદવારો અને નેતાઓએ કરેલી ગોઠવણના કારણે ભારતીય જનતા પાર્ટીની અનેક બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. વડોદરા જિલ્લામાં (Vadodara District) થી આવેલા એક ચોંકાવનારા સમાચારમાં કૉંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ઘરમાં ‘સંડાસ’ નહીં હોવાના કારણે રદ (Congress candidate’s cancelled due to toilet) થયું છે. જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

‘સ્વચ્છ ભારત મિશન’ (SBM) અંતર્ગત ઘરદીઠ શૌચાલય બનાવવા માટે ઑક્ટોબર-2014માં ઝુંબેશ શરૂ થઈ હતી. કોઈપણ પક્ષના ઉમેદવારે ચૂંટણી લડવી હોય તો તેમના ઘરમાં શૌચાલય હોવું જરૂરી છે અને તેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયત (Shinor Taluka Panchayat) ની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ વસાવાનું ફોર્મ ઘરે શૌચાલય ન હોવાના કારણે રદ થતા ભાજપના ઉમેદવાર પ્રમોદભાઈ વસાવા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. શિનોર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન શિનોર ૧ બેઠક ઉપર BJP ના ઉમેદવાર પ્રમોદ પૂનમ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર રમેશ બચુ વસાવા તેમના ઘરે શૌચાલય ધરાવતા નહીં હોવાની લેખિત રજૂઆત બાદ તેની તપાસ કરાઈ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular