નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ઈસ્કોન અકસ્માત (Iskcon Accident) કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને (Tathya Patel) ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાર દિવસના જામીન આપવામાં આવ્યા છે. તેણે પોતાની માતાની બીમારીને લઈને ઓપરેશન કરવાનું હોવાનું સર્ટિફિકેટ કોર્ટ સામે રજૂ કર્યું હતું અને કોર્ટે તેને જામીન આપ્યા હતા. હવે ઓપરેશન ના થઈ શકતા તેણે ફરી જામીન મુક્યા ત્યારે કોર્ટે તેના જામીન મંજુર કરતા 26મી મેના રોજ સવારના 6 વાગ્યાથી 29મી મેના રાત્રીના 9 વાગ્યા સુધી સરન્ડર કરવાનો હુકમ કર્યો છે.
કોર્ટ દ્વારા તથ્ય પટેલ સાથે આ જામીન દરમિયાન ત્રણ પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. આગામી 26મીએ તેની માતાનું ઓપરેશન છે પરંતુ તે ના થાય તો તેને તાત્કાલિક ધોરણે સરન્ડર કરવાનો હુકમ કર્યો છે. આપને જણાવી દઈએ કે અગાઉ 19 જુલાઈ 2023ની રાત્રે પુર ઝડપે પોતાની કાર સાથે ઈસ્કોન બ્રિજ પર ધસી આવતા 9 લોકોના જીવ ગયા હતા. આ મામલામાં ગુજરાત હાઈકોર્ટે અગાઉ તેના 4 દિવસના જામીન મંજુર કર્યા હતા. તે હંગામી જામીન તેને તેની માતાના કરોડરજ્જૂના ઓપરેશનમાં હાજર રહેવા માટે આપવામાં આવ્યા હતા. તેની માતાને જે તે સમયે હાઈ બલ્ડપ્રેશનર અને તાવ હોવાને કારણે આ ઓપરેશન થયું નહોતું.
આ મામલે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, તથ્યના માતાપિતાએ જ ઓપરેશન માટે ડોક્ટર સમક્ષ 26મી મેની તારીખ માગી હતી. તેની માતાની સંભાળ રાખવા માટે તથ્યને હાજર રહેવાની જરૂર નથી. અગાઉ પણ ઓપરેશન માટે હંગામી જામીન મળ્યા હતા, પણ ઓપરેશન ના થયું તો તેણે સરન્ડર કર્યું નહોતું.
હવે તથ્ય દ્વારા હંગામી જામીન બે અઠવાડિયા વધારવાની અરજી કરવામાં આવી હતી. તથ્ય તરફથી તેના વકિલે કોર્ટને કહ્યું કે આગામી 26મી મેએ તેની માતાનું ઓપરેશન કરવાનું છે. આ માટે તેમણે ડોક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. સરકારી વેરિફિકેશન પછી હાઈકોર્ટે તથ્યને આ જામીન આપ્યા છે જેમાં શરતો છે. તેની સાથે પોલીસ જાપતામાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ હાજર રહેશે જેનો ખર્ચો પણ તથ્યએ જ ભોગવવાનો રહેશે. કોર્ટે એવું પણ કહ્યું છે કે જો 26મીએ તેની માતાનું ઓપરેશન થતું નથી તો અથવા મુલતવી રહે છે તો પણ તેને જેલ ઓથોરિટી સામે સરન્ડર કરી દેવાનું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








