નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ભારતીય સેના માટે આજે ગર્વનો સમય છે. ભારતીય સેનાને આજે આર્મી એવિએશન કોર્પ્સના રૂપમાં પ્રથમ મહિલા અધિકારી મળી છે. કેપ્ટન અભિલાષા બરાક આ કારનામું કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે. ભારતીય સેના અનુસાર, અભિલાષા બરાકે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી છે, ત્યારબાદ તેને કોમ્બેટ એવિએટર તરીકે આર્મી એવિએશન કોર્પ્સમાં સામેલ કરવામાં આવી છે.
અભિલાષાને 36 આર્મી પાયલટ સાથે પ્રતિષ્ઠિત વિંગથી નવાજવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું કે 15 મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પાયલોટ એપ્ટિટ્યુડ બેટરી ટેસ્ટ અને મેડિકલ બાદ માત્ર બે અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ સફળતા અંગે, ભારતીય સેનાએ ટ્વીટ કર્યું છે કે “કેપ્ટન અભિલાષા બરાકને 36 આર્મી પાઇલટ્સ સાથે મહાનિદેશક અને કર્નલ કમાન્ડન્ટ આર્મી એવિએશન દ્વારા પ્રતિષ્ઠિત વિંગ્સથી નવાજવામાં આવ્યા છે. યુવા એવિએટર્સ હવે કોમ્બેટ એવિએશન સ્ક્વોડ્રનમાં તેમની પાંખો ફેલાવવા માટે તૈયાર છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











