વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા): ગરુડેશ્વરના જંગલ વિસ્તારના બારખાડી ગામે જંગલની જમીન ખેડતા રોકવા ગયેલી કેવડીયા વન વિભાગની ટીમ પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં બે વન કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે, જોકે ગરુડેશ્વર પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પેહલા જ તિલકવાડા વિસ્તારમાં ગેરકાયદે લાકડા પકડવા ગયેલી વન વિભાગની ટીમ પર પણ હુમલો થયો હતો.
કેવડીયા વન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના બારખાડી ગામે જંગલ જમીનનું ખેડાણ સ્થાનિક લોકો કરી રહ્યાં હોવાની બાતમી મળતાં કેવડિયા આરએફઓ વિરેન્દ્રસિંહ ઘરીયાની ટીમ ત્યાં પહોંચી હતી. દરમિયાન બીટગાર્ડ યતીશ તડવી, અંબાલાલ તડવી પર પથ્થર મારો કરવામાં આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને સારવાર અર્થે તાત્કાલિક ગરૂડેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં નાયબ વન સંરક્ષક ટી.જે. પંડ્યા, રાજ પટેલ, આરએફઓ વિરેન્દ્રસિંહ ઘરીયા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ગઢવી, વી.કે.તડવી સ્થળ પર પહોંચી ગયા હતા અને જે સ્થળ ખેડાણ થતું હતું ત્યાં તાત્કાલિક વન વિભાગ દ્વારા ખેત તલાવડી બનાવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વનવિભાગના કર્મીઓ પર હુમલો થતાં વન વિભાગ દ્વારા ગામના આઠ લોકો સામે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટના મુદ્દે કેવડીયા વન વિભાગે હરાદ વાલજી વસાવા, કરણ ઝવેર વસાવા, અરવિંદ ઝવેર વસાવા, ગોપાલ ઝવેર વસાવા, કપિલાબેન કરણ વસાવા વિરૂદ્ધ ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











