Friday, June 5, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં બુટલેગરો બન્યા બેફામ! અમદાવાદમાં હોમગાર્ડ કોડીનારમાં પી.આઈ. પર કર્યો હુમલો

રાજ્યમાં બુટલેગરો બન્યા બેફામ! અમદાવાદમાં હોમગાર્ડ કોડીનારમાં પી.આઈ. પર કર્યો હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Crime in Gujarat: રાજ્યમાં વધી રહેલો દારૂ (Liquor) અને અસામાજિક તત્વોનો (anti-social elements) જાહેરમાં આતંક સૂચવે છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સાથે જ બુટલેગરોને (Bootleggers) તો જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કરી રહ્યા છે. ગત રવિવારે રાત્રે કોડીનારના PI (Kodinar PI) સહિત 3 પોલીસકર્મીને બુટલેગરે ફટકારી ઘાયલ કર્યાની ઘટના સામે આવી હતી. જેના પડઘા હજૂ શાંત નથી થયા ત્યાં અમદાવાદના રામોલમાં બુટલેગરે હોમગાર્ડને ફટકારી (Bootlegger Attacked Home Guard) પોલીસને પડકાર ફેંક્યો છે.

કોડીનારમાં પી.આઈ. પર બુટલેગરે કર્યો હુમલો
કોડીનારમાં પી.આઈ. પર બુટલેગરે કર્યો હુમલો

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રવિકાંત કુશવાહ અને તેને પરિવાર પર બુટલેગરે હુમલો કર્યો હતો. બુટલેગર અને તેના સાગ્રીતને રવિકાંત કુશવાહ પર બાતમી આપતા હોવાની શંકા જતા તેમણેતલવાર, પાઈપ અને લાકડી જેવા હથિયાર સાથે રવિકાંત અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. આમ કોડીનાર અને અમદાવાદની ઘટના પરથી રાજ્યમાં બુટલેગરોની બેફામ સ્થિતીનું આંકલન કરી શકાય છે.

- Advertisement -
અમદાવાદમાં હોમગાર્ડ પર હુમલો કરી બાઈકમાં કરી તોડડફોડ
અમદાવાદમાં હોમગાર્ડ પર હુમલો કરી બાઈકમાં કરી તોડફોડ

TAG: Ahmedabad Crime News, Kodinar Crime News, Bootlegger attacked on Police

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular