નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં (Ahmedabad City) જાણે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં ઠેર-ઠેર અસામાજિક તત્વોનો (anti-social elements)ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં જ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવા જ અસામાજિક તત્વોના ત્રાસની એક ઘટના સામે આવી છે. ગતરોજ મોડી રાત્રે હાટકેશ્વરની કે. સી. હોટલ સામે ચા પીવા બેઠેલા યુવકો પર ‘અહીંયા કેમ બેઠા છો’ જેવી સામાન્ય બાબત પર મારામારી કરી ચપ્પુના (anti-social elements attack on youths) ઘા ઝીંક્યાની ઘટના સામે આવી છે.
ઘટના કઈક એવી છે કે, ગતરોજ રાત્રીના સાડા નવ વાગે ચાર મિત્રો હાટકેશ્વર વિસ્તારની કે. સી. હોટલમાં ચા પીવા માટે ગયા હતા. હોટલની સામે ચા પીવા બેઠેલા આ યુવકો પાસે તેમનાં જ જુના મીત્રો આવે છે અને ધમકી આપતા કહે છે કે ‘તમે લોકો અહીંયા કેમ બેઠા છો, આ અમારે બેસવાની જગ્યા છે.’ આ બોલાચાલી ઉગ્ર બની અને વાત મારમારી સુધી પહોંચી ગઈ.
પરિસ્થિતિને સમજીને હર્ષ નામનો યુવાને તેના પિતાને સમગ્ર ઘટના જણાવી અને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચવા કહ્યું. આ યુવકના પિતા જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અસામાજિક તત્વો વધુ રોષે ભરાયા અને ગાળાગાળી કરી ગડદા-પાટાનો માર મારવા લાગ્યા હતા. પરિસ્થિતિ તો ત્યારે વકરે છે જ્યારે કરણ ઠક્કર નામનો યુવક પોતાની પાસે રહેલા ચાકુથી માર મારવા જાય છે, યુવકના પિતા તેના હુમલાથી બચવા તેને પકડે છે, પરંતુ કરણ યુવકના પિતાને જ ચાકૂના ઘાથી વિંધે છે.
આ યુવકના પિતા ચાકૂના ઘાથી ઇજાગ્રસ્ત થતાં બૂમાબૂમ કરે છે, જેના કારણે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા. મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ જતાં આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાથી સ્થાનીકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસ પ્રશાસનની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે. પોલીસની તપાસ દરમીયાન કરણ, જયદીપ અને પ્રશાંત નામના આરોપીઓના નામ સામે આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








