નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ મદ્રાસ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સોમવારે એક ઈમેઈલ મળ્યો જેમાં હાઈકોર્ટ પરિસર, CBI કોર્ટ પરિસર અને વિપક્ષ નેતા ઈ. પલાનીસ્વામીના આવાસ પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી હતી. જેને કારણે 3600 જેટલા કેસ ચાલી શક્યા નહીં અને તંત્ર સતત 5થી 6 કલાક સુધી એલર્ટ મોડ પર રહી દોડધામ કરતું રહ્યું અને અંતે તે અફવા નીકળી. જોકે આવી ધમકીઓને નકામી સમજી લેવાની પણ ભૂલ તંત્ર ના જ કરે અને કાર્યવાહી થાય તે પ્રમાણે કરે તેમાં જ સહુનું હિત છે. હવે આવી જ એક ધમકી મદ્રાસ કોર્ટને પણ મળી છે.
સોમવારે ગુજરાત હાઈકોર્ટને ધમકી ભર્યો પત્ર મળતા તે મામલે 200થી વધુ પોલીસ કર્મચારીઓ તુરંત દોડી આવ્યા અને આ ધમકીને પગલે સઘન તપાસની કામગીરી શરૂ કરી દીધી હતી. કોર્ટને કલાકો સુધી બંધ કરીને તપાસ આરંભી હતી પરંતુ તેમાંથી કાંઈ ના મળ્યું. હા, આ ધમકીને કારણે 36 કોર્ટના 3600 જેટલા કેસ ચાલી શક્યા નહીં. જેમાં માનવ સ્યુસાઈડ બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાની ધમકી હતી. હવે મદ્રાસ હાઈકોર્ટના મેઈલમાં આઈઈડીનો ઉપયોગ કરીને આ જ રીતે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને અધિકારીઓને તમામ સંબંધિતોને કાઢવા માટે ગત સાંજ 6.45 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
આપને અહીં એ પણ જણાવી દઈએ કે, ગત બે મહિનામાં મદ્રાસ હાઈકોર્ટ ત્રીજી એવી હાઈકોર્ટ છે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 22 મેએ પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે પછી તકેદારીના ભાગ પર કોર્ટના કક્ષોને ખાલી કરવામાં આવ્યા હતા. હવે આ જ દિવસે ગુજરાત હાઈકોર્ટને પણ ફૂંકી મારવાની ધમકી મળી જે પછી લંચ પછીના સમયનું કોર્ટનું કામકાજ રોકાઈ ગયું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.