Thursday, June 4, 2026
HomeGujarat140ની સ્પીડ: રક્ષિતે બ્રેક મારી જ નહોતી, વોક્સવેગન કારની આ ટેકનોલોજીએ લોકોના...

140ની સ્પીડ: રક્ષિતે બ્રેક મારી જ નહોતી, વોક્સવેગન કારની આ ટેકનોલોજીએ લોકોના જીવ બચાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં ગત હોળીની રાત્રે એટલે કે 13 માર્ચ 2025ના રોજ રક્ષિત ચૌરસિયા નામની યુવકે વોક્સવોગન કારથી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી એક મહિલાનું મોત થયું હતું. જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં હવે ચાર્જશિટ ફાઇલ થવાની તૈયારી છે. ત્યારે તપાસમાં એક મોટો ખુલાસો થયો છે.

ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટી પાસે રક્ષિતે 140ની સ્પીડથી વોક્સવેગન કાર હંકારી હતી અને રાહદારીઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં નશામાં રહેલા રક્ષિતે કારને બ્રેક મારી જ નહોતી. પરંતુ કાર લોકો સાથે અથડવાના કારણે કારની મલ્ટી ક્લોઝન બ્રેક એક્ટિવ થઈ ગઈ હતી જેથી કાર ઓટોમેટિક ઊભી રહી હતી. રક્ષિત કાંડમાં અકસ્માતને નજરે જોનારા 12 સાક્ષીઓના BNSSની કલમ 183 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા છે. પોલીસે 100ની આસપાસ સાક્ષીઓ પણ ચકાસ્યા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે આ બનાવમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે પુરવ પટેલ, વિકાસ કેવલાણી, કોમલ કેવલાણી, જયેશ કેવલાણી, નિશાબેન શાહ, જૈનીલ શાહ અને રેન્સી શાહને ઇજાઓ થઇ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular