Sunday, May 24, 2026
HomeBusinessCBOT જુલાઈ રોકડો વાયદો 6 મહિનાના તળિયે: જુલાઈ સામે ડિસેમ્બરમાં પ્રીમિયમ સર્જાયું

CBOT જુલાઈ રોકડો વાયદો 6 મહિનાના તળિયે: જુલાઈ સામે ડિસેમ્બરમાં પ્રીમિયમ સર્જાયું

- Advertisement -

બ્રાઝિલ અને અમેરિકા મબલખ મકાઈ પાક લઈને આવશે ટૂંકાગાળામાં ભાવને ઉપર જવાના કોઈ ચાન્સ નથી

મંદીવાળાઓએ ખાસ કરીને મકાઈ, સોયાબીન અને સોયાતેલમાં હેમરીંગ કર્યું

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ.મુંબઈઃ મકાઈ વાયદામાં મંદીવાળાઓએ પથારો વધુ પહોળો કરતા ઘટ્યા મથાળે ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું. જુલાઈ સામે ડિસેમ્બર વાયદામાં પ્રીમિયમ સર્જાયું હતું. મબલખ ઉત્પાદન સાથે અમેરિકન મકાઈની નિકાસ, ધારણા કરતા વધુ થશે, એવા અનુમાન પર સીબીઓટી જુલાઈ રોકડો વાયદો મંગળવારે 6 મહિનાના તળિયે 4.31 ડોલર પ્રતિ બુશેલ (25.216 કિલો) મુકાયો હતો. દુર ડિલિવરીનો નવા પાકનો ડિસેમ્બર વાયદો 6 ટકા ઘટ્યો હતો, પણ જુલાઈ રોકડો વાયદો 10.5 ટકા તૂટ્યો હતો. ડિસેમ્બર વાયદો પાંચ વર્ષનાં તળિયે 4.39 ડોલર મુકાયો હતો. છેલ્લા 9 મહિનામાં મંદીવાળાઓને હવે સારી તક મળી છે, તેથી ભાવ તોડવાને વધુ આશાવાદી જણાય છે. ચાર મહિના પહેલા તેજીવાળાના હાથમાં 3 લાખ કોન્ટ્રેક્ટ હતા, પણ હવે બાજી પલટાઈ ગઈ છે.

મંદીવાળાઓએ ખાસ કરીને મકાઈ, સોયાબીન અને સોયાતેલમાં હેમરીંગ કર્યું છે. મકાઈમાં મંદીવાળાના ઓળિયા છેલ્લા 9 મહિનામાં નવી ઉંચાઈએ પહોંચી ગયા છે. બજારની નજર હવે અમેરિકન મકાઈ સ્ટોક સામે રહેશે, તેમને લાગે છે કે જુના પાકની અમેરિકન સપ્લાયમાં ખાંચરો પડશે. પશ્ચિમ અમેરિકાના મકાઈ બેલ્ટમાં સુકું હવામાન જોવાશે, બજારના આંતરપ્રવાહને ચીન-અમેરિકા વચ્ચેની વાટાઘાટો પણ અસર કરશે. પરંતુ ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અને સપ્લાયના આંકડાઓએ, મંદીવાળા બજાર પર વધુ હાવી થવા મોકળું મેદાન આપ્યું છે. સીબીઓટી 2025ના મહત્તમ વાયદામાં પકડ મજબુત કરી છે. પરિણામે તેજીવાળાની બજાર પરની પકડ નબળી પડી હતી. સત્તાવાર રીતે જુન મહિનોએ અમેરિકન મકાઈ વાવેતરનો સમય ગણાય છે, રોકાણકારો આ સમયગાળામાં ફંડામેન્ટલ્સને ધ્યાનમાં લીધા વગર, હવામાનમાં આવતા ઝડપી બદલાવ અને પાકની તંદુરસ્તીને આધારે તેમના સોદા વારંવાર તેજી અને મંદીની સાયકલ પર સવારી કરતા હોય છે.

આને લીધે ટૂંકાગાળા માટે તેજી અને મંદીવાળા બજારને પોતાની તરફેણમાં લાવવા જોખમ લેતા હોય છે. અમેરિકન કૃષિ મંત્રાલયના સાપ્તાહિક પાક પ્રગતિના આંકડા કહે છે કે, બજારની અપેક્ષા પ્રમાણે જ ગત સપ્તાહની તુલનાએ ટકાવારીમાં અત્યારે પાક 69 ટકા ગુડથી એક્સેલંટ છે. મકાઈનું વાવેતર પાંચ વર્ષની સરેરાશ જેટલું 93 ટકા જમીનમાં થઇ ગયું છે. ફંડામેન્ટલ ધોરણે જોઈએ તો વેપારીઓ અત્યારે એવું માની રહ્યા છે કે એક તરફ પુરવઠો વધશે પણ સાથે મકાઈની માંગ પણ વધુ રહેવાની.

- Advertisement -

બ્રાઝીલમાં મબલખ મકાઈ પાક આવવાની આગાહીને પગલે પણ ભાવ પર દબાણ વધ્યું છે. અલબત્ત, મકાઈ ઉત્પાદક રાજ્યોમાં હવામાનમાં વારેવારે બદલાવની શક્યતા પણ ઓછી થઇ ગઈ છે. અમેરિકા પણ મોટો પાક લઈને બજારમાં ઉતારવાનું છે, એ સુનિશ્ચિત થતા પણ તેજીવાળાના મોતિયા મરી ગયા છે. ટૂંકાગાળામાં ભાવને ઉપર જવાના કોઈ ચાન્સ નથી. જો ઉપજ (યીલ્ડ)માં કોઈ ખાંચરો નહીં પડે તો મંદીવાળા સટ્ટોડીયાની બલ્લે બલ્લે થઇ જવાની. 2023 માં ફંડ મેનેજરોએ આ જ સમયે આવા પ્રકારનો ખેલ પાથર્યો હતો.

ફ્રાંસ અને સ્પેનના ખેડૂતોએ બુધવારે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે, યુરોપિયન યુનિયને દક્ષિણ અમેરિકન દેશો અને યુક્રેન સાથે મકાઈ આયાતના સોદા કરાર કર્યા છે. તે જોતા તો યુરોપમાં આયાતી મકાઈના પુર આવશે, જે યુરોપિયન ખેડૂતોને પણ નુકસાન કરશે. બ્રાઝીલના પ્રમુખની આગામી સત્તાવાર ફ્રાંસ મુલાકાત અને યુક્રેન સાથેના ફ્રીટ્રેડ કરારો ગુરુવારે પુરા થઇ જતા હોવાથી, આ ઉનાળે યુરોપના આયાત કવોટામાં મોટાપાયે બદલાવ પણ આવનાર છે. યુક્રેનના કૃષિપ્રધાન કહ્યું હતું કે અમારો મકાઈ પાક અમેરિકન કૃષિ મંત્રાલયે બાંધેલા અંદાજ ૩૦૫ લાખ ટન કરતા ઓછો 260 લાખ ટન સંભવિત છે. યુક્રેનની મે મકાઈ નિકાસ 20 લાખ ટન ઘટી હતી. અલબત્ત, યુરોપિયન યુનિયનની નિકાસ 1 જુલાઈ સુધીમાં ગતવર્ષના સમાન ગાળાની 170 લાખ ટનથી વધીને 182 લાખ ટન થઇ હતી.

(અસ્વીકાર સૂચના: Commodity DNA અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular