નવજીવ.ન્યૂઝ. ભરૂચ: Bharuch News: ભરૂચ લોકસભાના સાંસદ (Bharuch MP) મનસુખ વસાવાને (Mansukh Vasava) વિસ્તારમાં કેટલાક રાજ્કીય નેતાઓ દ્વારા ખંડણી (Extortion) ઉઘરાવામાં આવે છે તેવો અનામી પત્ર મળતા ચકચાર મચી જવા પામી છે. મનસુખ વસાવાએ આ મામલે આકરા તેવર સાથે કેટલાક રાજકીય નેતાઓને (Political Leaders) શાનમાં સમજી જવા ચેતવણી આપી છે.
પોતાના બેબાક અને વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર લાઈમ લાઇટમાં આવ્યા છે. જેમાં તેમને એક રાજકીય નેતાઓ હપ્તોખોરી લેતા હોવાનો અનામી પત્ર મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં કેટલાક નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્ર્કટરો પાસેથી હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં આ પ્રકારના હપ્તા લેવાના અનામી પત્રને લઈ સંસાદ મનસુખ વાસવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું કોઇ પક્ષપાત નથી કરતો પત્રમાં કરાયેલા આક્ષેપો સાચા છે કેટલાક નેતાઓ હપ્તો લે છે. આ ભ્રષ્ટાચારી નેતાઓ અંગે હું રજૂઆત કરવાનો છું. તેમણે ઉમેર્યું હતું કે વિકાસના કામમાં ભ્રષ્ટાચાર કે હપ્તારાજ નહીં સાંખી લેવાય.
દક્ષિણ ગુજરાતમાં કેટલીક ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોય તેમાં તંત્રની શંકાસ્પદ ભૂમિકા અંગે મનસુખ વસાવા ખુલીને પોતાનો સ્ટેન્ડ મૂકતા હોય છે. પછીએ ખનન માફિયાઓનો મુદ્દો હોય કે પછી ભૂમાફિયાની વાત સતત તેઓ આ બાબતે અવાજ ઉઠાવતા આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં નેતાઓની સંડોવણી ચાલી રહી છે જેમાં મોટાપાયે ચાલતા હપ્તારાજમાં કેટલાક કટકીબાજ અધિકારી અને ભ્રષ્ટાચારી નેતાઓ મદમસ્ત બન્યા છે. એવામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાને એક અનામી પત્ર મળી આવતા ચકચાર મચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં મોટા પાયે વિકાસના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. ત્યારે નેતાઓ અને અધિકારીઓને હાથો બનાવી કોન્ટ્રાક્ટરો પાસે ખંડણી માંગવામાં આવતી હોવાનો પત્ર સામે આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ત્યારે આ મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બધા હપ્તા આપશે તો વિકાસના કામો પર માઠી અસર પહોંચશે. ઉપરાંત તેમણે જે મુજબ આક્ષેપો કર્યા છે તેના પરથી ક્યાંકને ક્યાંક આ પ્રકારે હપ્તારાજ ચાલતું હોવાની વાતને સમર્થન મળે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








