Thursday, April 24, 2025
HomeGujaratએક માર્ગ અકસ્માતને લઈ મનસુખ વસાવા થયા ઉગ્ર, વહીવટી તંત્રને આપી ધરણાની...

એક માર્ગ અકસ્માતને લઈ મનસુખ વસાવા થયા ઉગ્ર, વહીવટી તંત્રને આપી ધરણાની ચીમકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: ભરૂચમાં એક માર્ગ અકસ્માતના ફોટો વાયરલ થયા હતા, જે ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) સુધી પહોંચ્યા હતા. આ ફોટા જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને તેમણે સોશિયલ મીડિયાના મારફતે આ ઘટનામાં જીવ ગુમાવનારા વ્યક્તિ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ તેમણે રસ્તા ઉપર બેફામ ડ્રાઈવ કરતાં ડમ્પર ચાલકો સામે જો વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો ધરણા કરવાની પણ ધમકી આપી હતી.

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ આ ઘટના ભરૂચ જિલ્લાના કરજણ તાલુકાનાં નારેશ્વર નજીક બની હતી. અસુરીયા ગામમાં રહેતા બાબુભાઇ વસવાના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે તેઓ સંબંધીઓના ઘરે કંકોત્રી આપવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન એક પૂર ઝડેપે આવતા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા અને કચડી નાખ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં તેમના પરિવારમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

- Advertisement -

આ સમગ્ર ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તે ભાજપના સાંસદ મનસુખ વસાવા સુધી પણ પહોંચ્યા હતા. તેમણે આ ફોટા જોઈને તરત જ ટ્વિટ કર્યું હતું અને મૃતક વ્યક્તિ માટે દુઃખની લાગણી વ્યક્ત કરીને પરિવારને સંતવાના પાઠવી હતી. તેમજ ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર સામે તેમણે લાલ આંખ કરી હતી અને ત્વરિત પગલાં લેવા કહ્યું હતું.

મનસુખ વસાવાએ ત્રણ ટ્વિટ કરીને તંત્રને યોગ્ય પગલાં લેવા માટે કહ્યું હતું સાથે જ જો તંત્ર દ્વારા કામ નહીં કરવામાં આવે તો તેઓ ગુરુવારે નારેશ્વર ખાતે ધારણા પ્રદર્શન કરશે તેવું જણાવ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “નારેશ્વર પાસે શ્રી રંગ એન્ટરપ્રાઈઝ GJ 16 AY 9454 ડમ્પરથી નિર્દય રીતના કચડી નાખવામાં આવ્યા. જિલ્લા વહીવટી તંત્રને મારે પૂછવું છે. આવા માફિયાઓ સામે પગલાં લેવા તમારે કોની મંજૂરી લેવી પડશે? તાત્કાલિક પગલાં લો નહીતો ગુરુવારે હું નારેશ્વર પાસે ધરણા કરું છું.”

તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે, “નીચે મુજબના ફોટા જોઈને તમારામાં આત્મા હોય તો પગલાં લો. પરમ કૃપાળુ ઈશ્વર સ્વર્ગસ્થ બાબુભાઈની દિવ્ય આત્માને શાંતિ અર્પે અને બાબુભાઈના પરિવારને આવી પડેલ દુઃખદ ઘડીનો સામનો કરવાની શક્તિ આપે એવી ઈશ્વર ને પ્રાર્થના. ઓમ શાંતિ.”

તોડકાંડના આરોપી યુવરાજસિંહના સાળા શિવુભાના રૂપિયા 25 લાખ ઝડપાયા

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular