Saturday, September 5, 2026
HomeGujaratSuratયુવરાજસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં સુરત AAP પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો

યુવરાજસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં સુરત AAP પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં ડમીકાંડને ઉજાગરના કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની તોડકાંડ (Yuvrajsinh Todkand) મામલે ધરપકડ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં યુવરાજસિંહના સાગરીત બિપીન ત્રિવેદીએ આ સમ્રગ તોડકાંડ મામલે ફોડ પાડ્યો હતો. બાદમાં પોલીસે તપાસ કરતા અનેક ચોંકાવાનારા ખુલાસા થયા છે. જેમાં પોલીસે યુવરાજસિંહ સહિત તેના સાળા અને સાગરીતોની પણ ધરપકડ કરી છે. ત્યારે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી (AAP Surat) મેદાને આવી છે. ગતરોજ રાજપીપળા બાદ આજે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકરોએ સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું છે. યુવરાજસિંહ પર ખંડણી અને ગુનાહિત કાવતરાં સહિતના ખોટા કેસો પાછા ખેંચવા અને સુપ્રિમ કોર્ટના નિવૃત જસ્ટીસની અધ્યક્ષતામાં SITની રચના કરવા માંગણી કરી છે.

શું હતો તોડકાંડનો મામલો

યુવરાજસિંહ જાડેજાએ તેના જ પંથકમાં રહેતા ઋષિ બારૈયા નામના વ્યકિતનો વીડિયો બનાવી ઘશ્યામ લાઘવા મારફતે પ્રકાશ દવેને વિડિયો બતાવી રૂપિયા 70 લાખની માગણી કરી હતી. આખરે મિટિંગનો દોર ચલાવ્યા બાદ રૂપિયા 45 લાખમાં ડીલ ફાઈનલ થઈ હતી. જેમાં પ્રકાશ દવેએ ધશ્યામ લાધવા મારફતે 45 લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ પ્રદીપ બારૈયાને ડમીકાંડ મામલે નામ પ્રેસ કોન્ફરન્સમાં નહીં આપવાનું કહી 55 લાખ રૂપિયા આપ્યા હતા. આમ કુલ મળી રૂપિયા 1 કરોડ જેટલી રકમ યુવરાજસિંહ અને તેના સાગરીતોએ લીધી હોવાનો ખુલાસો ભાવનગર પોલીસે પ્રેસ કોફન્ફરસમાં કર્યો હતો. જેમાં ગતરોજ યુવરાજ સિંહ સાળા કાનભા ગોહિલની કબૂલાત બાદ રૂપિયા 38 લાખની રોકડ રકમ SITની ટીમે રિકવર કરી હતી. જ્યારે આજે યુવરાજસિંહ બીજા એક સાળા શિવુભાએ પણ પોલીસે સામે સરેન્ડર કર્યુ છે. પોલીસે શિવુભાની પણ પુછપરછ કરી તેમની કબૂલાત પરથી રૂપિયા 25 લાખ રિકવર કર્યા છે.

- Advertisement -

યુવરાજસિંહની ધરપકડને લઈ આમ આદમી પાર્ટીએ રાજ્કીય કિન્નોરી રાખી સરકાર કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ કર્યા છે. જેમાં સરકાર પેપર ફોડનારાઓ અને કૌભાંડ અચારનારાને છાવરી રહી હોવાના આરોપ પણ કર્યા હતા. સાથે જ આક્ષેપ કર્યા હતા કે સિસ્ટમમાં સડો દૂર કરે છે તેવા લોકોને ખોટા કેસમાં ફસાવી કાં તો તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરી શાંત પાડવાના કામ ભાજપ સરકાર કરી રહી છે.

સાવધાન! ઓર્ગેનિકના નામે ચાલતી ઘાલમેલ ખેડૂતે પાડી ઉઘાડી

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular