નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad stray cattle menace: અમદાવાદમાં રખડતાં ઢોરની સમસ્યા (Stray Cattle Issue) તો જાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માથાના દુખાવા સમાન બની ગઈ હોય તેવું લાગે છે. હાઇકોર્ટ દ્વારા વારંવાર ટકોર કરવા છતાં પણ AMC દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આજે ફરી ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) AMCની ઝાટકણી કાઢી હતી. કોર્ટે AMCને સભાનતા ધખવીને રસ્તે રખડતાં ઢોરો સામે ત્વરિત કાર્યવાહી કરવા માટે ફરીથી ટકોર કરી હતી.
અમદાવાદમાં રસ્તા ઉપર ખાડા હોય છે અને એવા ખાડાવાળા રોડ ઉપર ઢોર રખડતા હોય છે, જેના કારણે રસ્તા પર વાહન ચલાવતા લોકોનો જીવ જોખમમાં મુકાય છે. વારંવાર ટકોર કરવા છતાં પણ AMC દ્વારા રખડતાં ઢોરને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આજે હાઈકોર્ટે કહ્યું હતું કે, “જમીની સ્તર પર કામ કરવા માટે AMC પાસે ઈચ્છાશક્તિનો અભાવ કેમ છે?” સાથે જ હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે આગામી શુક્રવાર સુધીમાં AMC રખડતાં ઢોરોને લઈને એફિડેવિટ રજૂ કરે.
કોર્ટના હુકમના અનાદર માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને સીટી એન્જિનિયર જવાબદાર હોવાની રજૂઆત કરી હતી. જેમાં જવાબદારીમાં બેદરકારી બદલ અધિકારીઓનું એક ઇન્ક્રીમેન્ટ રોકવાથી કોઈ ફરક નહીં પડે, તેવી અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી. તેમજ રાજ્ય સરકાર પાસે પણ કોઈ નિતી નથી અને જે નિતી છે તેની અમલવારી નથી થતી. વારંવાર હુકમ કરવા આવે છે છતા કોઈ કાર્યવાહી ન થતી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. વધુમાં ટ્રાફિક અને પાર્કિગ મામલે પણ કોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી, અને કહ્યું હતું કે કોર્પોરેશને જે પોલીસિ નક્કી કરી હતી તે પોલિસી પ્રમાણે પણ કામ થતું નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796