નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: દેશમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને ભારત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. ત્યારે આજરોજ ભાજપના પીઠ પણ હાસ્યામાં ધકેલાઈ ગયેલા નેતા લાલકૃષ્ણ અડવાણીને (L K Advani) ભારત રત્નથી (Bharat Ranta) સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘથી કારકિર્દીની શરૂઆત કરી દેશના ગૃહમંત્રી, પ્રસારણ મંત્રી અને બાદમાં દેશના નાયબ વડાપ્રધાન પદ સુધી પહોંચનારા લાલકૃષ્ણ અડવાણીને ભાજપે કોરાણે મુકી દીધા છે. પરંતુ આજરોજ હાસ્યામાં ધકેલા અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકારણમાં પણ આ મામલો ચર્ચામાં રહ્યો છે. મહત્વની વાત છે કે અડવાણી ભાજપના એવા બીજા નેતા છે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હોય. આ પહેલા દેશના પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત અટલ બિહારી વાજપેયીને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
એલ. કે . અડવાણીને ભારત રત્નની જાહેરાત થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોશિયલ મીડિયા x પર ટ્વિટ કરી લખ્યું હતું કે, અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાથી ખૂબ જ આનંદ થાય છે.
અડવાણીના રાજકીય સફરની વાત કરીએ તો અડવાણી વર્ષ વર્ષ 1977થી 1979 સુધી તેઓ કેન્દ્રમાં મોરારજી દેસાઈની આગેવાની હેઠળની જનતા પાર્ટી સરકારમાં માહિતી અને પ્રસારણમંત્રી રહ્યા હતા. તેમજ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 2002થી 2005 સુધી નાયબ વડાપ્રધાન પદ પર પણ રહ્યા હતા.તેમજ વર્ષ 1991, 1998, 1999, 2004, 2009 અને 2014માં તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આ સન્માન તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે મળ્યું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








