Friday, June 5, 2026
HomeGujaratRajkotડબલ એન્જીનની સરકાર કરે છે ભેદભાવ, મધ્યપ્રદેશમાં મહિલાઓને અપાય છે એક હજારની...

ડબલ એન્જીનની સરકાર કરે છે ભેદભાવ, મધ્યપ્રદેશમાં મહિલાઓને અપાય છે એક હજારની સહાય તો ગુજરાતમાં કેમ નહીં: રેશ્મા પટેલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભાજપની સરકાર (BJP Government) છે. ત્યારે અન્ય રાજ્યમાં ચાલતી યોજનાઓ અંગે ગુજરાત (Gujarat) સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશ્મા પટેલે (Reshma Patel) કર્યો છે. અન્ય રાજ્યમાં જ્યાં ભાજપની સરકાર છે, ત્યાં મહિલાઓને આપવામાં આવતી યોજના હેઠળની સહાય ગુજરાતની મહિલાઓને પણ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સાથે જ જો માગને સ્વીકારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી મહિલા મોરચો ગાંધીચિંદ્યા માર્ગે આંદોલન કરશે અને ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આજે રાજકોટ આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ગુજરાતમાં પણ છે અને મધ્યપ્રદેશમાં પણ છે. જ્યારે મધ્યપ્રદેશમાં સરકાર મહિલાઓને મુખ્યમંત્રી લાડલી બહેના યોજના અંતર્ગત 1000 રૂપિયા બહેનોને આપે છે. ત્યારે સૌથી મોટો સવાલ ગુજરાતના મુખ્યમંત્રીને છે કે, ગુજરાતની મહિલાઓ સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે. જે માતાઓ બહેનો ગુજરાતનું ગૌરવ છે તેમને કેમ સહાય નથી આપી રહ્યા.

- Advertisement -

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની બહેનો સાથે ભાજપ સરકાર ખુબ જ મોટો અન્યાય કરી રહી છે અને ભેદભાવની નીતિ અપનાવી રહી છે કારણ કે, મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર 1000 રૂપિયા બહેનોને આપી શકે તો ગુજરાતમાં એજ ભાજપ સરકાર છે તો ગુજરાતની બહેનોને 1000 રૂપિયા કેમ ન આપી શકે? ગુજરાતની બહેનો વતી હું ગુજરાતની દીકરી પૂછી રહી છું. મધ્યપ્રદેશની બહેનોને 1000 રૂપિયા મળે છે એ અમારા માટે ખુબ જ ખુશીની વાત છે પણ દુઃખએ વાતનું છે કે, જ્યારે અરવિંદ કેજરીવાલ 1000 રૂપિયા ગુજરાતની બહેનોને આપવાનું વચન આપી રહ્યા હતા. ત્યારે ભાજપ સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ રેવડી-રેવડી કરી બહેનોના અધિકારનું ખુબ જ અપમાન કરેલું છે. હવે અમને સન્માન જોઈએ છે, અમને અમારો હક જોઈએ છે. અમે 1000 રૂપિયા હક્ક રાશિ ગુજરાતની બહેનોને આપવા માગ કરીએ છીએ. જો માગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી મહિલા મોરચો ગાંધીચિંદ્યા માર્ગે આંદોલન કરશે અને ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular