Tuesday, June 23, 2026
HomeGujaratRajkotધોરાજીમાં વિકાસના કામ ન થતાં ધારાસભ્યના વિરોધમાં લાગ્યા પોસ્ટર, MLAએ વિપક્ષનું ગણાવ્યુ...

ધોરાજીમાં વિકાસના કામ ન થતાં ધારાસભ્યના વિરોધમાં લાગ્યા પોસ્ટર, MLAએ વિપક્ષનું ગણાવ્યુ ષડયંત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ધોરાજી: Dhoraji News : ગુજરાતમાં ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી દરમિયાન નેતાઓને મન મૂકીને લોકોને વડાઓ કર્યા હતા, પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નેતા ધારાસભ્ય બની ગયા છે. તેમ છતાં આ નેતાઓ પોતાના વિસ્તારોમાં નાગરિકોની સ્થિતિ કેવી છે તે જોવાની તસ્દી પણ લેતા નથી. આવા જ એક નેતા વિરુદ્ધ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. ધોરાજીમાં (Dhoraji) લોકોએ સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ લોકોએ પોસ્ટર લગાવીને વિરોધ (Posters Protest) વ્યક્ત કર્યો છે. જ્યારે ધારાસભ્યએ આને વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યું છે.

પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (MLA Mahendra Padalia) ઘણા સમયથી ગુમ થયા છે. ધોરાજીના રસ્તા પરથી ધ્યાનથી નીકળવું અહીંના ધારાસભ્ય ભાજપના (BJP) છે. પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા હવે પ્રજાએ ધારાસભ્ય ગુમ કેમ તેવો પ્રશ્ન કર્યો છે. ઉબડ ખાબડ રસ્તાથી પરેશાન પ્રજા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને શોધે છે. આઠ મહિના પહેલા બનાવામાં આવેલો જેતપુર રોડ કેમ તૂટી ગયું. કોન્ટ્રકટરો સાથે કોની સાંઠગાઠ આ તમામ પ્રશ્ન કરતા પોસ્ટર ધોરાજીના જુદા-જુદા વિસ્તારમાં વીજ થાંભલા અને દિવાલો પર ચોંટાડેલા જોવા મળ્યા છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરાજીમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય થઈ છે. જેના કારણે રસ્તાઓ પર કાદવ કિચડ હોવાથી નાના મોટા અકસ્માત થવાની ઘટના સામે આવી છે. આ બાબતને લઈ સ્થાનિકો અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે. છતાં ખોટા આશ્વાસન આપી ધારાસભ્ય સત્તાના નશામાં ગળાડૂબ બન્યા છે. વિસ્તારની મુલાકાત લેવાની તો દૂર પરંતુ વિસ્તારમાં રહેલી સમસ્યાની રજૂઆત પણ સંભાળવામાં પણ આખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. ગતિશીલ ગુજરાતના દાવા કરતા સત્તાપક્ષના ધારાસભ્યને જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં કોઈ રસ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

બીજી તરફ વિસ્તારમાં લાગેલા પોસ્ટરોને લઈ મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું હતું કે, “હું સતત વિસ્તારમાં કામગીરીને લઈ કાર્યરત છું. કેટલાક વિપક્ષના લોકોએ મારા પોસ્ટર લગાડી મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. હું મારું કામ અવિરત ચાલુ રાખવાનો જ છું. રોડ રસ્તાઓને લઈ ગાંધીનગર રજૂઆત કરી છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular