Friday, April 17, 2026
HomeNationalNSUIના નવા પ્રભારીનું નામ થયું જાહેર, કન્હૈયા કુમારને સોંપાઈ જવાબદારી

NSUIના નવા પ્રભારીનું નામ થયું જાહેર, કન્હૈયા કુમારને સોંપાઈ જવાબદારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા કન્હૈયા કુમારને (Kanhaiya Kumar) નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય પ્રભારી બનાવવામાં આવ્યા છે. આજે કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ દ્વારા એક પરીપત્ર જાહેર કરીને કન્હૈયા કુમારની પ્રભારી તરીકે જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં જોડાયા બાદ હવે કન્હૈયા કુમારને NSUIના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

કન્હૈયા કુમાર પોતાની બોલવાની કળાના કારણે યુવાનોમાં ઘણા લોકપ્રિય છે, આ ઉપરાંત રાજનીતીમાં પણ તેમની પકડ હોવાને કારણે જ તેમને આ જવાબદારી સોંપાઈ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. કન્હૈયા કુમાર 2019ની લોકસભાની ચુંટણીમાં બેગૂસરાઈ બેઠક પર ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ ગત વર્ષે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે તેમને NSUIના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -

કન્હૈયા કુમાર 2015માં JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)માં પણ પ્રેસિડેંટ તરીકે ચૂંટાયા હતા અને ત્યાર બાદ તે ઘણા વિવાદોમાં પણ સંપડાયા હતા. પરંતુ હાલ તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક માનવમાં આવે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular