Wednesday, February 18, 2026
HomeGujaratGandhinagarદિયોદરના લાફાકાંડનો મુદ્દો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી, હાલમાં સમાધાન

દિયોદરના લાફાકાંડનો મુદ્દો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી, હાલમાં સમાધાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Deodar Slap Scandal: બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં દિયોદરમાં 7મી ઓગસ્ટના રોજ એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણના (MLA Keshaji Chauhan) સમર્થકે ખેડૂત આગેવાનને લાફો મારી દેતા (Slap Incident) ભારે હોહા થઈ હતી અને છેલ્લે મુદ્દો મુખ્યમંત્રી પાસે પહોંચતા પછી તેમાં બંને પક્ષે હવે સમાધાન થઈ ચૂક્યું છે.

ઘટનાની વિગત મુજબ દિયોદરમાં અટલ ભૂજળ જળ યોજના અંતર્ગત 7મી ઓગસ્ટના રોજ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત હતા. તે દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ ખેડૂતોની સમસ્યા વિશે ધારાસભ્યોને સવાલો કર્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહૂતિ થયા બાદ કેશાજી ચૌહાણના એક સમર્થકે સવાલ કરનારા અમરાભાઈ ચૌધરીને લાફો ઝીંકી દીધો હતો. લાફો મારનાર વ્યક્તિનું નામ અમરજી ઠાકોર છે. લાફાની પૂરી ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને ઘટનાના થોડા સમય બાદ જ વિડિયો વાઇરલ (Video Viral) થયો હતો. આને લઈને ખેડૂતોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માંગણી ઊઠાવી હતી અને સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રાનું આયોજન કર્યું હતું.

- Advertisement -

ખેડૂતોના પક્ષે ન્યાય અર્થે રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ સમર્થન જાહેર કર્યું હતું અને રાકેશ ટિકૈતેયાત્રામાં જોડાવવાની જાહેરાત કરતા સરકાર પણ ચિંતામાં મૂકાઈ હતી. આ પૂરો મામલો એટલો ગંભીર બન્યો હતો કે અંતે તેમાં મહેસાણા પોલીસે મધ્યસ્થની ભૂમિકામાં આવી હતી અને જે ખેડૂત આગેવાનને લાફો ઝીંકાયો હતો તે અમરાભાઈ ચૌધરીને મુખ્યમંત્રી સાથે સંવાદ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીને મળ્યા બાદ અમરાભાઈ ચૌધરીએ આંદોલન સમેટવાની જાહેરાત કરી છે અને મુખ્યમંત્રીએ સંડોવાયેલા લોકોને યોગ્ય પગલાં લેવાની બાંયધરી આપી છે. અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો અમરાભાઈએ ફરી આંદોલન કરવાની ચીમકી આપી છે.

Tag: Deodar Slap Incident, Deodar News, Gandhinagar News

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular