Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadવિવાદીત ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા સરકારી ગાડી અંગત કામે વાપરે છે,...

વિવાદીત ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા સરકારી ગાડી અંગત કામે વાપરે છે, ઇન્ચાર્જ CFO એ શોકોઝ નોટિસ ફટકારી

- Advertisement -

Show-cause notice issued to Ahmedabad DFO Swastik Jadeja : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. ગેરરીતિ, ભ્રષ્ટાચાર, ભરતી સહિત અનેક મામલે વિવાદમાં આવેલા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટમાં અંદરો અંદર ચાલી રહેલી ખેંચતાણ સામે આવી છે. 13-13 કલાક સુધી સરકારી ગાડીનો દુરઉપયોગ કરનારા વિવાદીત ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે શોકાઝ નોટિસ ફટકારી છે. બીજી તરફ સ્વસ્તિક જાડેજાએ ઇન્ચાર્જ CFO વિરૂદ્ધ થલતેજ ફાયર સ્ટેશનની ચોપડે નોંધ કરી છે. એક ચર્ચા અનુસાર સ્વસ્તિક જાડેજા ગરબાના પાસ ઉઘરાવવા માટે બેએક જાણીતા સ્થળોએ ગયા હતા અને ત્યાં બબાલ કરતા આખો મામલો સામે આવ્યો છે.

અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાને પોતાની અલગ બોલેરો ગાડી ફાળવાયેલી હોવા છતાં, તેમણે ગત 16 ઓક્ટોબરે થલતેજ ફાયર સ્ટેશનથી સ્ટેશન ફાયર ઓફિસરની ગાડી લઈ લીધી હતી. આ અંગે ફાયર સ્ટેશનના વોચ રૂમ કે પાલડી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કોઈ નોંધ કરાવી નહોતી. તેમજ ઉપરી અધિકારીની મંજૂરી પણ લેવામાં આવી નહોતી. એક માહિતી અનુસાર સ્વસ્તિક જાડેજાની સરકારી ગાડીમાં GPS હોવાથી તેઓ અન્ય અધિકારીની સરકારી ગાડી અંગત કામે લઈ ગયા હતા.

- Advertisement -

સરકારી વાહનના ગેરકાયદે ઉપયોગ અંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા (Jayesh Khadiya) એ ફોન પર વાતચીત કરતાં સ્વસ્તિક જાડેજાએ તેમની સાથે જીભાજોડી કરી હતી સિવિલ સર્વિસ એક્ટના નિયમોનો ભંગ કર્યો હતો. 13 કલાક સુધી સરકારી વાહન અંગત ઉપયોગમાં લીધા બાદ વહેલી સવારે થલતેજ ફાયર સ્ટેશનમાં આવી ચીફ ફાયર ઓફિસર (Chief Fire Officer) વિરુદ્ધ ખોટી નોંધ પણ કરાવી હતી. ઉપરી અધિકારી સાથે ગેરવર્તન, સરકારી વાહનના દુરુપયોગ અને GPMC એક્ટ મુજબ ગંભીર ગુનાહિત કૃત્ય કરવા બદલ એક દિવસમાં લેખિત ખુલાસો માગવામાં આવ્યો છે. જો નિયત સમયમાં ખુલાસો રજૂ નહીં કરવામાં આવે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular